બ્રિજના પાટા પર પાર્ક કરેલી ટ્રેનમાં બની છે લક્ઝરી હોટેલ

Published: Jul 13, 2020, 12:50 IST | Mumbai correspondent | Mumbai Desk

પાટા પર ઊભી રાખેલી ટ્રેનના ૨૪ ડબ્બાને કૅરેજ-રૂમ્સ બનાવવામાં આવ્યા છે.

બ્રિજના પાટા પર પાર્ક કરેલી ટ્રેનમાં બની છે લક્ઝરી હોટેલ
બ્રિજના પાટા પર પાર્ક કરેલી ટ્રેનમાં બની છે લક્ઝરી હોટેલ

સાઉથ આફ્રિકાના ક્રુગર નૅશનલ પાર્કની સેબી નદી પરના સેલાતી બ્રિજ પર પાર્ક કરેલી જૂની રજવાડી ટ્રેનનો ઉપયોગ હવે લક્ઝરી હોટેલ તરીકે કરવામાં આવશે. પાટા પર ઊભી રાખેલી ટ્રેનના ૨૪ ડબ્બાને કૅરેજ-રૂમ્સ બનાવવામાં આવ્યા છે. એમાં ચોક્કસ ભાડું ઠેરવીને પર્યટકોને રહેવાની જોગવાઈ કરવામાં આવી છે. એ હોટેલ ક્રુગર શલાતી નામે ઓળખાશે.

Room made in Train parked on Track

હાલમાં કોરોના લૉકડાઉનને કારણે બાંધકામ અટક્યું હોવાથી એ હોટેલનું ઉદ્ઘાટન રોકાયું છે, પરંતુ હવે લગભગ ડિસેમ્બર સુધીમાં કામ પૂરું થતાં હોટેલ ખૂલવાની શક્યતા છે. એમાં ૧૨ વર્ષથી વધારે ઉંમરના પર્યટકોને રહેવાની છૂટ અપાઈ છે. જોકે એની સાથે બનાવેલી ફૅમિલી ફ્રેન્ડ્લી બ્રિજહાઉસ રૂમ્સ ૨૦૨૨ની સાલથી ખૂલશે.   

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK