નવા વર્ષના આગમનની ઉજવણી સૌકોઈને કરવાની ઇચ્છા હોય જ હોય છે, પરંતુ એની ઉજવણી માટે ચોરી કરવી એ કદાચ આપણે પહેલી વખત સાંભળ્યું હશે. હા, દહિસર પોલીસે એવા ચાર ચોરોને પકડી પાડ્યા છે જેમણે નવા વર્ષની ઉજવણી કરવા માટે ચોરી કરી હતી. પોલીસે ચાર ચોર પાસેથી સોના-ચાંદીના દાગીના અને ૧૫,૦૦૦ રૂપિયા કૅશ પણ જપ્ત કર્યા છે.
દહિસરના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર એમ. એમ મુજાવરે જણાવ્યું કે ‘પોલીસે પકડી પાડેલા ચારેચાર આરોપીઓ મલાડના માલવણીના રહેવાસી છે અને તેમના પર ચોરીના અનેક કેસ નોંધાયેલા છે. દહિસરના બાબલીપાડાની એક સોસાયટીના ફ્લૅટનો પરિવાર બહાર ગયો હતો ત્યારે સોના-ચાંદીનાં ઘરેણાં સહિત લગભગ બે લાખ રૂપિયાથી વધુની ચોરી થઈ હતી. આ વિશે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ-ટીમે ટેક્નિકલ તપાસના આધારે પોલીસ-રેકૉર્ડના આરોપી વિશે માહિતી ભેગી કરીને માલવણીથી સમીમ ઉર્ફે વિક્કી, અબ્દુલ અન્સારી, રેસલ સની અને જોહર અલીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓની સખતાઈથી પૂછપરછ કર્યા બાદ આ લોકો નવા વર્ષની ઉજવણી કરવા માટે ચોરીને અંજામ આપી રહ્યા હતા. પોલીસે ચોરો પાસેથી એક કિલો ચાંદી અને સોનાના દાગીના તથા ૧૫,૦૦૦ રૂપિયા જપ્ત કર્યા હતા.’
મલાડના કચ્છી યુવકનો રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળી આવ્યો
18th January, 2021 09:53 ISTવૅક્સિનેશન ડ્રાઇવના પહેલા દિવસે બીએમસીના સ્ટાફે રાખી લાજ
18th January, 2021 09:49 ISTગુજરાતી ભાષાના સાહિત્યસર્જનને પ્રોત્સાહન આપવા દર વર્ષે અપાશે એક વિશેષ પુરસ્કાર
18th January, 2021 08:23 ISTવસઈ પાસે ટ્રક બંધ પડી જતાં બે કલાક હાઇવે જૅમ
18th January, 2021 08:21 IST