Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સ્કોટલૅન્ડની આ મહિલા ફુટબોલરે ભારે કરી!

સ્કોટલૅન્ડની આ મહિલા ફુટબોલરે ભારે કરી!

27 February, 2020 12:42 PM IST | Mumbai Desk

સ્કોટલૅન્ડની આ મહિલા ફુટબોલરે ભારે કરી!

સ્કોટલૅન્ડની આ મહિલા ફુટબોલરે ભારે કરી!


રમતાં-રમતાં વાગી જાય તો બાળકો તરત જ લોકોનું ધ્યાન આકર્ષવાની કોશિશ કરતાં હોય છે. જોકે આ આદત માત્ર બાળકોમાં જ નહીં, પરંતુ મોટાઓમાં પણ જોવા મળતી હોય છે, પણ સ્કોટલૅન્ડની આ મહિલા ફુટબોલરે ભારે કરી!

ફુટબૉલ રમતી વખતે હરીફ ખેલાડીને કારણે સ્કોટિશ ફુટબૉલ ટીમ સેન્ટ મિરનની કૅપ્ટન જેન ઑ’ટુલની ની-કૅપ (ઢીંચણની વાટકી) ખસી ગઈ. જોકે જરાય હિંમત હાર્યા વિના તેણે ખસી ગયેલી ઢાંકણીને થપ્પડ મારે એ રીતે મારી ફરી એના સ્થાને ગોઠવી દીધી અને જાણે કાંઈ બન્યું જ નથી એમ રમવા લાગી. આ રીતે તેણે લગભગ ૯૦ મિનિટ જેટલા સમયની ગેમ પૂરી કરી.
આ વિડિયો ક્લિપ સેન્ટ મિરન ડબ્લ્યુએફસી દ્વારા ટ્વિટર પર શૅર કરવામાં આવી હતી જેના માટે જેન ઑ’ટુલ આઇસીટી સામે ફુટબૉલ મૅચ રમી રહી હતી. વિડિયોના કૅપ્શનમાં લખ્યું હતું કે અમારી કૅપ્ટન જેન ઑ’ટુલ મજબૂત મનની મહિલા છે. આવી મહિલાને તમે તોડી ન શકો. આ ક્લિપે ઘણાને અચંબિત કર્યા છે તો અનેક લોકોએ જેન ઑ’ટુલ માટે આદર વ્યક્ત કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

27 February, 2020 12:42 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK