Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સિઝેરિયન વખતે કાતર પેટમાં રહી ગઈ, છેક ૨૩ વર્ષ બાદ ખબર પડી

સિઝેરિયન વખતે કાતર પેટમાં રહી ગઈ, છેક ૨૩ વર્ષ બાદ ખબર પડી

19 June, 2019 10:10 AM IST |

સિઝેરિયન વખતે કાતર પેટમાં રહી ગઈ, છેક ૨૩ વર્ષ બાદ ખબર પડી

સિઝેરિયન વખતે કાતર પેટમાં રહી ગઈ

સિઝેરિયન વખતે કાતર પેટમાં રહી ગઈ


ડૉક્ટરોની નાની ભૂલ પેશન્ટની જિંદગી હરામ કરી દઈ શકે છે. રશિયામાં ૬૨ વર્ષનાં એક બહેન સાથે પણ એવું જ થયું. ઇઝેટા ગોબીવા નામનાં આ બહેન લગભગ બે દાયકાથી વધુ સમયથી પેટમાં અસહ્ય દુખાવો અને બેચેની અનુભવી રહ્યાં હતાં. એનો કોઈ ઉકેલ આવી રહ્યો નહોતો એટલે કંટાળીને બહેને દવા કરવાનું પણ બંધ કરી દીધું હતું. જ્યારે પણ અતિશય દુખાવો થાય ત્યારે પેઇનકિલર્સ આપવામાં આવતી. તેમને લિવરની તકલીફને કારણે આમ થાય છે એવું કહેવામાં આવ્યું હતું.

જોકે જ્યારે એક ડૉક્ટરે તેમના પેટનો એક્સ-રે કાઢીને જોયું તો ડૉક્ટર-દરદી બન્ને અચંબામાં હતાં. બહેનના પેટમાં એક સર્જિકલ નાઇફ હતી. ઇઝેટાએ યાદ કર્યું તો છેલ્લે તેમના પર ૨૩ વર્ષ પહેલાં સર્જરી કરવામાં આવી હતી. રશિયાની એક હૉસ્પિટલમાં ઇમર્જન્સી સિઝેરિયનથી તેમણે બાળકને જન્મ આપ્યો હતો અને એ પછીનાં વર્ષોમાં જ તેમને પેટનો દુખાવો ઊપડ્યો હતો. જોકે નવાઈની વાત એ છે કે બહેનને ૨૩ વર્ષ સુધી દુખાવો રહ્યો અને તેઓ રોજ પેઇ‌નકિલર લેતાં રહ્યાં, પણ કોઈએ નિદાન માટે એક્સ-રે કરવાનું આ પહેલાં કેમ નહોતું કહ્યું?


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2019 10:10 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK