Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > મહિલાઓ કરતાં પુરુષોમાં કોરોના સંક્રમણનું જોખમ વધારે

મહિલાઓ કરતાં પુરુષોમાં કોરોના સંક્રમણનું જોખમ વધારે

29 March, 2020 06:05 PM IST | Mumbai Desk
GNS

મહિલાઓ કરતાં પુરુષોમાં કોરોના સંક્રમણનું જોખમ વધારે

મહિલાઓ કરતાં પુરુષોમાં કોરોના સંક્રમણનું જોખમ વધારે


ચીનના વુહાનમાં ફેલાયેલા કોરોના વાઇરસે સમગ્ર દુનિયાને પોતાની ઝપેટમાં લીધું છે. ચાઇનીઝ સેન્ટર ઑફ ડિસીઝ કન્ટ્રોલનો એક રિપોર્ટ સામે આવ્યો છે. તે અનુસાર કોરોનાનું જોખમ મહિલાઓ કરતાં પુરુષોમાં કોરોનાનું જોખમ વધારે હોય છે. સંક્રમણનો ભોગ સૌથી વધારે પુરુષો થાય છે. મૃત્યુની સંખ્યા પણ મહિલાઓ કરતાં પુરુષોની વધારે છે. વૈજ્ઞાનિકોએ ઈટલી, ચીન, ફ્રાન્સ, જર્મની, ઈરાન અને સાઉથ કોરિયાના જે ૮૮ હજાર સંક્રમિત હતા તેમના પર રિસર્ચ કર્યું. તેમાં ૨.૮ ટકા પુરુષો અને ૧.૭ ટકા મહિલાઓનાં મોત થયાં છે, જ્યારે ૦.૨ ટકા બાળકો મૃત્યુ પામ્યાં હતાં. ઈટલીની નૅશનલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર દેશમાં કુલ સંક્રમિતમાંથી ૬૦ ટકા પુરુષો છે. સંક્રમણથી મૃત્યુ પામનાર ૭૦ ટકાથી વધારે સંખ્યા પુરુષોની હતી. સાઉથ કોરિયામાં પણ આવી જ પરિસ્થિતિ છે. અહીં પણ સંક્રમણથી ૫૪ ટકા પુરુષોનાં મોત થયાં હતાં. ચીનમાં ૬૮ ટકા પુરુષોના કોરોનાના પૉઝિટિવ કેસ સામે આવ્યા છે. ઈરાનના ૬૪ ટકા પુરુષો કોરોનાથી સંક્રમિત છે. 

આ રિપોર્ટ યુએસમાં રજૂ કરવામાં આવ્યો છે. વાઈટ હાઉસમાં કોરોના વાઇરસ રિસ્પોન્સ કો-ઑર્ડિનેટર ડૉ. ડેબ્રોહ બ્રિક્સે જણાવ્યું કે સંક્રમણની અસર બધા પર થાય છે. જોકે જેની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે તેમના પર વધારે અસર થાય છે. મહિલાઓ અને બાળકોની સરખામણીએ પુરુષો સિગારેટ, દારૂ અને ડ્રગ્સનું સેવન વધારે કરે છે. તેનાથી તેમનામાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, તેથી કોઈ પણ વાઇરસની અસર આવા લોકો પર જલદી થાય છે. ચાઇનીઝ સેન્ટર ઑફ ડિસીઝ કન્ટ્રોલના ડિરેક્ટર જ્યોર્જ એફ ગાઓના જણાવ્યા પ્રમાણે ધૂમ્રપાન કરવાથી ફેફસાંને નુકસાન થાય છે. એક આંકડા પ્રમાણે ૫૨ ટકા પુરુષો અને માત્ર ૧૨ ટકા મહિલાઓ ધૂમ્રપાન કરે છે. તેની પણ નોંધપાત્ર અસર પડે છે. બ્રિટન યુનિવર્સિટી ઑફ ઈસ્ટ એંગલિયાના પ્રોફેસર પોલ હંટરના જણાવ્યા પ્રમાણે મહિલાઓમાં આંતરિક રીતે પુરુષો કરતાં વધારે રોગપ્રતિકારક શક્તિ હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

29 March, 2020 06:05 PM IST | Mumbai Desk | GNS

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK