સાથે રહેવાથી માણસો તો ઠીક, પ્રાણીઓ વચ્ચે પણ લાગણી બંધાઈ જતી હોય છે એનું ઉદાહરણ પુરું પાડ્યું છે મદુરાઈના પાલમેડુ ગામનાં પ્રાણીઓએ. આ લાગણીસભર ઘટના એક વિડિયોમાં કેદ થઈ છે. એક મિની ટ્રકમાં એક શખસ ગાયને લઈને જઈ રહ્યો છે અને એની પાછળ એક સાંઢ દોડીને ગાયને રોકવાની કોશિશ કરી રહ્યો છે. હકીકતમાં એક ચાની દુકાનના માલિકે આ ગાય (લક્ષ્મી) અને સાંઢ (માંજામલાઈ)ને સાથે ઉછેર્યાં હતાં. બન્ને વચ્ચે સારું બૉન્ડિંગ બન્યું હતું. જોકે કોરોનામાં આર્થિક તંગીને કારણે દુકાનના માલિકે ગાય વેચવી પડી હતી. ગાયને ટેમ્પોમાં ચડાવાઈ ત્યારથી લઈને સાંઢ ટેમ્પોની આગળ-પાછળ ચક્કર લગાવીને જાણે ગાયને ન લઈ જાઓ એવી વિનવણી કરી રહ્યો હતો.
ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસિસના ઑફિસર સુધા રમણે આ વિડિયો ટ્વિટર પર શૅર કર્યો હતો. જોકે આ વાઇરલ થયેલા વિડિયોને કારણે ગાય અને સાંઢે બહુ વિરહ સહન નહોતો કરવો પડ્યો. તામિલનાડુના નાયબ મુખ્ય પ્રધાન પન્નીર સેલ્વમના દીકરા જયપ્રદીપે આ વિડિયો જોયો અને તે ગાયના નવા ખરીદદારને પૂરા પૈસા આપીને ગાયને પાછી લઈ આવ્યો હતો અને બન્નેનો ફરી મેળાપ કરાવ્યો હતો.
દેશના ટૉપ પાંચ શ્રેષ્ઠ મુખ્યપ્રધાનોમાં ભાજપના એક પણનો સમાવેશ નહીં
16th January, 2021 17:20 ISTઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે
16th January, 2021 15:43 ISTCO-WIN એપ શું છે? કઈ રીતે કાર્ય કરશે? જાણો અહીં
16th January, 2021 14:51 ISTખેડૂતો સાથે સરકારનો મંત્રણાનો નવમો રાઉન્ડ નિષ્ફળ, 19મીએ ફરી મીટિંગ છે
16th January, 2021 12:52 IST