Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ડૉગને બચાવવા હિંસક વરુ સાથે ખુલ્લા હાથે ઝપાઝપી કરી માલિકે

ડૉગને બચાવવા હિંસક વરુ સાથે ખુલ્લા હાથે ઝપાઝપી કરી માલિકે

08 January, 2021 08:38 AM IST | Mumbai
Mumbai correspondent

ડૉગને બચાવવા હિંસક વરુ સાથે ખુલ્લા હાથે ઝપાઝપી કરી માલિકે

પ્રિય શ્વાન સાથે માલિક અને સીસીટીવી કૅમેરાના ફુટેજમાં દેખાતું વરુ.

પ્રિય શ્વાન સાથે માલિક અને સીસીટીવી કૅમેરાના ફુટેજમાં દેખાતું વરુ.


પોતાનાં વહાલાં પાળતુ પ્રાણીઓનું રક્ષણ કે કાળજી લેવા માટે કેટલાક લોકો કશું પણ કરી છૂટતા હોય છે, પછી ભલે તેમણે એ માટે ભયાવહ શિકારી પ્રાણીનો સામનો કરવો પડે. રશિયામાં એક વરુએ હુમલો કરીને બે શ્વાનને મારી નાખ્યા ત્યારે શ્વાનના માલિક એવા ખેડૂતે કોઈ પણ જાતના હથિયાર વિના એ વરુનો સામનો કર્યો હતો.
સીસીટીવી કૅમેરામાં ઝડપાયેલા આ ચોંકાવનારા બનાવમાં હિંસક વરુએ ખેડૂત પર હુમલો કર્યો એ ક્ષણ કેદ થઈ ગઈ છે.
જીવ બચાવીને ભાગવાને બદલે એ ખેડૂતે વરુનો સામનો કર્યો અને એને મારી નાખ્યું.
ક્લિપમાં હિંસક વરુ ખેડૂતના એક શ્વાન પાછળ દોડતું દેખાય છે. ત્યાર બાદ ખેડૂત વરુ સાથે ઝપાઝપી કરે છે.
ખેડૂત પાસે રાઇફલ લેવાનો સમય નહોતો એથી તેણે હથિયાર વિના જ વરુનો સામનો કર્યો.
ગયા વર્ષના અંતે અમેરિકામાં એક વ્યક્તિએ પોતાના શ્વાનનો જીવ બચાવવા માટે ૧૬૦ કિલોના એક રીંછનો સામનો કર્યાના અહેવાલો પણ સામે આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

08 January, 2021 08:38 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK