આ માણસે 60 વર્ષ જૂની એંઠી સેન્ડવિચ સાચવી એમાં ફેમસ કેમ થઇ ગયો?

Updated: 24th September, 2020 14:44 IST | Gujarati Mid-day Online Correspondent | Sullivan

સેન્ડવિચ પ્લાસ્ટિક બેગમાં પેક કરી અને પછી એપલ સૉસની જારમાં રાખીને ફ્રીઝરમાં મૂકી દીધી. ત્યારથી તે સેન્ડવિચ ફ્રીઝરમાં જ છે.

સ્ટીવ જેન
સ્ટીવ જેન

સાંઇઠ વર્ષથી એક સેન્ડવિચની જાળવણી કરતા આ વડીલની વાત સાંભળીને ચોક્કસ નવાઇ લાગે. એમ થાય કે કોણ જાણે કેમ આ માણસે જૂની સેન્ડવિચ સાચવી રાખી હશે. પણ આમાં સેન્ડવિચ કરતાં અગત્યનો છે એ માણસ જેણે આ સેન્ડવિચ અડધી ખાઇને છોડી દીધી હતી. એ માણસ બીજું કોઇ નહીં પણ અમેરિકન પ્રેસિડન્ટ રિચાર્ડ નિક્સન હતા. આ વ્યક્તિ રિચાર્ડ નિક્સનની એંઠી સેન્ડવિચ સાચવી રહી હોવાને કારણે તેમની જિંદગી પણ બદલાઇ ગઇ. રાષ્ટ્રપ્રમુખ બનેલા નિક્સને ખાધી હતી તે અડધી સેન્ડવિચ 60 વર્ષથી ફ્રીઝરમાં સાચવી રાખી છે.

વાત 22 સપ્ટેમ્બર, 1960ની છે. ઇલિનોયના સલીવનમાં રહેતા સ્ટીવ જેન 14 વર્ષના હતા ત્યારે નિક્સન ત્યાં ચૂંટણીપ્રચાર માટે ગયા હતા. ત્યારે સ્ટીવ બૉય સ્કાઉટ્સમાં હતા. વિમન પાર્કમાં નિક્સનના ભાષણ પૂર્વે તેમને બાર્બેક્યૂ બફેલો સેન્ડવિચ એક પેપર પ્લેટ પર સર્વ કરાઇ. સ્ટીવ યાદ કરતા કહે છે કે નિક્સને સેન્ડવિચનું એક બટકું લીધું અને કહ્યું કે સેન્ડવિચ બહુ સ્વાદિષ્ટ છે. તેમના ગયા પછી સ્ટીવે ટેબલ પર જોયું કે અડધી ખાધેલી સેન્ડવિચ પ્લેટમાં પડી હતી. સ્ટીવે તે તરત લઇ લીધી અને સાઇકલ પર સીધા ઘેર પહોંચ્યા.

તેમની મમ્મીને તેમણે આ એંઠી સેન્ડવીચ બતાડી ફ્રીઝમાં મૂકવા કહ્યું.  મમ્મીએ સેન્ડવિચ પ્લાસ્ટિક બેગમાં પેક કરી અને પછી એપલ સૉસની જારમાં રાખીને ફ્રીઝરમાં મૂકી દીધી. ત્યારથી તે સેન્ડવિચ ફ્રીઝરમાં જ છે. આ કિસ્સાના કારણે સ્ટીવ ખૂબ મશહૂર થયા અને 1988માં તેમને જોની કાર્સનના ટુનાઇટ શો પર જવાની પણ તક મળી. સ્ટીવે આ સમગ્ર કિસ્સા અંગે એક બુક પણ લખી, ‘ધ સેન્ડવિચ ધેટ ચેન્જ્ડ માય લાઇફ.’ સ્ટીવ કહે છે કે તેઓ હયાત છે ત્યાં સુધી સેન્ડવિચ ફ્રીઝરમાં તે કન્ટેનરમાં જ રહેશે.

 • 1/19
  સ્વતંત્ર ભારતની મુલાકાત લેનારા સૌથી પહેલા અમેરિકન પ્રમુખ હતા ડ્વાઇટ આઇઝનહોવર. આઇઝનહોવર જ્યારે ભારત આવ્યા ત્યારે રાષ્ટ્રપતિ હતા રાજેન્દ્ર પ્રસાદ અને જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા. તેમણે સંસદને સંબોધી તથા આમ જનતાને રામલીલા મેદાનમાં સંબોધી હતી. તેમનું નાનપણનું સ્વપ્ન હતું કે તાજમહેલની મુલાકાત લે અને તેમણે ભારતની મુલાકાત લીધી ત્યારે આ સપનું પુરું કર્યું. તેઓ આ માટે નહેરુ સાથે ઓપન કેડિલાકમાં બેસીને આગ્રા ગયા હતા. લોકોનાં ટોળાએ લોંગ લીવ ઇન્ડો-યુએસ ફ્રેન્ડશીપ તથા પંડિત નેહરુ કી જયના નારા લગાવ્યા. 

 • 2/19
  ભારત માટે આ મુલાકાત અગત્યની હતી કારણકે ત્યારે આપણે બીજી પંચવર્ષિય યોજનાની મધ્યે હતા અને કારમા દુકાળમાંથી પસાર થયા હતા. યુએસએને ભારતની લોકશાહી દબાણમાં ન આવી જાય તેનો ભય હતો અને તેઓ ભારતને આર્થિક સહાય કરવા માગતા હતા. વળી ભારત સામ્યવાદી રશિયાની ભેગો નથી તેવી સ્પષ્ટતા પણ આ ટ્રીપને કારણે થઇ હતી.

 • 3/19
  1969માં રિચાર્ડ નિક્સન અને પૅટ નિક્સન ભારત આવ્યાં. 

 • 4/19
  તમને ખબર છે કે ભારત આવેલા અમેરિકી પ્રમુખોમાં અત્યાર સુધીમાં આ મુલાકાત સૌથી ટૂંકી હતી. તેઓ દિલ્હીમાં માત્ર 22 કલાક માટે જ હતા. ઇંદિરા ગાંધી અને નિક્સન વચ્ચે સંબંધો તંગ હતા કારણકે ભારતે કોલ્ડ વૉરમાં યુએસએને ટેકો નહોતો આપ્યો અને સાંઇઠના દાયકાની શરૂઆતમાં આ કારણે અમેરિકાએ પાકિસ્તાન સાથે સંબંધો મજબૂત કર્યા હતા. 

 • 5/19
  નિક્સને ભારત-પાકિસ્તાનનાં યુદ્ધમાં પાકિસ્તાનને ટેકો આપ્યો અને અંતે 1971માં  બાંગ્લાદેશની રચના થઇ. 

 • 6/19
  ૧૯૭૮માં જીમી અને રોઝેલિન કાર્ટર ત્રણ દિવસ માટે ભારત આવ્યા. બંન્ને દેશો વચ્ચે તંગદીલી ઘટાડવા માટે આ મુલાકાત યોજાઇ હતી.  ત્યારે મોરારજી દેસાઇની સરકાર હતી. ૧૯૭૧નાં યુદ્ધ અને ૧૯૭૪નાં ન્યુક્લિયર પરિક્ષણ પછી ઇન્ડો-યુએસ સંબંધોને બહેતર બનાવવાના આશયથી આ મુલાકાત થઇ હતી. 

 • 7/19
  દૌલતપુર નસીરાબાદનાં ગ્રામ્યજનોએ આપેલી શાલ કાર્ટરે ઓઢી હતી અને ત્યાર બાદ એ ગામનું નામ કાર્ટરપુરી કરવામાં આવ્યું હતું. કાર્ટરે ગામડાંને ટીવી સેટ ભેટ આપ્યો હતો અને ભંડોળનું વચન આપ્યું હતું. જોકે મોરારજી દેસાઇએ ભારતની ન્યુક્લિઅર મહત્વકાંક્ષા જતી ન કરી. 

 • 8/19
  વીસ વર્ષનાં લાંબા ગાળા પછી છેક ૨૦૦૦ની સાલમાં બિલ ક્લિન્ટન પોતાની બીજી ટર્મનાં છેલ્લા હિસ્સામાં ભારત આવ્યા. 1991માં સોવિયત સંઘ વિખેરાઇ ચુક્યું હતું એટલે આ મુલાકાત લેન્ડમાર્ક ગણાય. વળી ભારત પાકિસ્તાન વચ્ચે 1999માં થયેલા યુદ્ધમાં ક્લિન્ટને ભારતને ટેકો આપ્યો. 

  વીસ વર્ષનાં લાંબા ગાળા પછી છેક ૨૦૦૦ની સાલમાં બિલ ક્લિન્ટન પોતાની બીજી ટર્મનાં છેલ્લા
  હિસ્સામાં ભારત આવ્યા. 1991માં સોવિયત સંઘ વિખેરાઇ ચુક્યું હતું એટલે આ મુલાકાત લેન્ડમાર્ક ગણાય. વળી ભારત પાકિસ્તાન વચ્ચે 1999માં થયેલા યુદ્ધમાં ક્લિન્ટને ભારતને ટેકો આપ્યો. 

 • 9/19
  વળી 1991માં ભારતે ઉદામતવાદની નીતિ અપનાવી હતી જેથી બંન્ને દેશ વચ્ચેનાં વ્યાપારી સંબંધો બહેતર બન્યા હતા.  સાથે તેમની દીકરી ચેલ્સીઆ પણ આવી હતી. ક્લિન્ટને દિલ્હી ઉપરાંત આગ્રા, જયપુર, હૈદરાબાદ અને મુંબઇની મુલાકાત લીધી હતી. પાંચ દિવસનો આ પ્રવાસ આ પહેલાં આવેલા તમામ યુએસ પ્રમુખો કરતાં લાંબો હતો. મોનિકા લ્યુએન્સ્કીનાં કૌભાંડ છતાં ક્લિન્ટનનો પ્રભાવ ભારતમાં કોઇ સ્ટારથી કમ નહોતો. ક્લિન્ટને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો જ્યારે તેણે પાકિસ્તાનમાં માત્ર પાંચ કલાક પસાર કર્યા.

  વળી 1991માં ભારતે ઉદામતવાદની નીતિ અપનાવી હતી જેથી બંન્ને દેશ વચ્ચેનાં વ્યાપારી સંબંધો બહેતર બન્યા હતા. 
  સાથે તેમની દીકરી ચેલ્સીઆ પણ આવી હતી. ક્લિન્ટને દિલ્હી ઉપરાંત આગ્રા, જયપુર, હૈદરાબાદ અને મુંબઇની મુલાકાત લીધી હતી. પાંચ દિવસનો આ પ્રવાસ આ પહેલાં આવેલા તમામ યુએસ પ્રમુખો કરતાં લાંબો હતો. મોનિકા લ્યુએન્સ્કીનાં કૌભાંડ છતાં ક્લિન્ટનનો પ્રભાવ ભારતમાં કોઇ સ્ટારથી કમ નહોતો. ક્લિન્ટને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો જ્યારે તેણે પાકિસ્તાનમાં માત્ર પાંચ કલાક પસાર કર્યા.

 • 10/19
  ૨૦૦૬માં જ્યોર્જ ડબલ્યુ બુશ ભારત આવ્યા. તેમણે ભારતમાં ૬૦ કલાક વિતાવ્યા. નિક્સન પછી કોઇની મુલાકાત ટુંકી હોય તો તે બુશની હતી. જો કે આ મુલાકાતની સૌથી મહત્વની બાબત હતી ન્યુક્લિયર ડીલને મળેલી આખરી મંજૂરી. 

  ૨૦૦૬માં જ્યોર્જ ડબલ્યુ બુશ ભારત આવ્યા. તેમણે ભારતમાં ૬૦ કલાક વિતાવ્યા. નિક્સન પછી
  કોઇની મુલાકાત ટુંકી હોય તો તે બુશની હતી. જો કે આ મુલાકાતની સૌથી મહત્વની બાબત હતી ન્યુક્લિયર ડીલને મળેલી આખરી મંજૂરી. 

 • 11/19
  આર્થિક અને સુરક્ષાની કડીઓ પણ આ મુલાકાતથી બહેતર બની હતી. યુએસએ ભારત સાથેનાં ન્યુક્લિયર ટ્રેડ પરનો બાન ઉઠાવી લીધો. બુશના ભારત આવવા સામે કોમ્યુનિસ્ટ પક્ષોને વાંધોહોવાથી બુશે ન્યુ દિલ્હીના પુરાના કિલ્લામાં ચુનિંદા લોકોને જ સંબોધ્યા. 9/11 પછી થયેલી આ મુલાકાતથી બુશે પણ ફોરેન અફેર્સને મામલે સિદ્ધિ મેળવી હતી જે તેની પોઝિશન માટે પણ અગત્યનું જ હતું.

 • 12/19
  બરાક ઓબામા ભારતની મુલાકાતે બે વાર આવ્યા. 2010માં ભારત આવેલા ઓબામા મનમોહનસિંઘને મળ્યા અને તેણે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતની બેઠક કાયમી રહે તે માટે બિડીંગ કર્યું. દસ બિલિયન ડોલર્સની ટ્રેડ ડીલ ઉપરાંત બંન્ને પ્રમુખોએ ડિફેન્સ અને રાષ્ટ્રીય સુરક્ષાની કડીઓ મજબુત કરવાની વાત કરી જેને પગલે ભારતમાં હાઇ ટેક્નોલોજીના એક્સપોર્ટ રેગ્યુલેશન હળવા કરાયા.

 • 13/19
  મિશેલ અને બરાક ઓબામા મુંબઇ અને દિલ્હીની મુલાકાતે તો ગયા જ પણ તેઓ ૨૬/૧૧નાં સર્વાઇવર્સને મળ્યા અને મુંબઇની ઝેવિયર્સ કૉલેજનાં વિદ્યાર્થીઓ તથા એનજીઓનાં બાળકોને પણ મળ્યા. આ યુગલે મન મુકીને લોકો સાથે વાતો કરી

 • 14/19
   2010માં બરાક અને મિશેલ ઓબામા મોદીનાં મોંઘેરા મહેમાન બનીને આવ્યા. તેમણે આપણા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મોદીનાં આમંત્રણને માન આપીને હાજરી આપી. 

 • 15/19
  આમ તો આ મુલાકાત સારી જ રહી હતી પણ ઓબામાએ ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા અંગે ટિપ્પણી કરી અને તેમણે વોશિંગ્ટન ડીસી પાછા ફરીને પણ ભારતમાં અસહિષ્ણુતા અંગે વિચારો વ્યક્ત કર્યા. મોદી સરકારનાં અમુક વર્ગને આ પસંદ ન પડ્યું અને નેશનલ મીડિયામાં આ મુદ્દા ચગ્યા હતા.

 • 16/19
  ઓબામાની આ મુલાકાત વખતે નરેન્દ્ર મોદીએ પોતાનું જ નામ લખેલો સુટ પહેર્યો હતો જે ચર્ચાનો વિષય બન્યો હતો. 

 • 17/19
  ઓબામાની સાલસતાએ બધાંના દીલ જીતી લીધા હતા. 

 • 18/19
  ટ્રમ્પ ભારત આવ્યા અને તેમણે વિવેકાનંદને બદલે કહ્યું વિવેકામનમન અને ચાઇવાલને ચી વાલા કહ્યું અને ભારે રમુજ પેદા કરી. 

 • 19/19
  વ્યાપરી સોદાની વાત તો થઇ પણ સાથે સાથે મોદી અને ટ્રમ્પે એકબીજાના ભારે વખાણ કર્યા. જો કે નરેન્દ્ર મોદીએ પણ એકવાર ડોનાલ્ડ ટ્રમ્પને ડોલાન્ડ ટ્રમ્પ કહીને સંબોધીને ભૂલ કરી. 

First Published: 24th September, 2020 14:29 IST
Loading...
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK