ગાયના સ્પર્શથી નકારાત્મકતા દૂર થતી હોવાનો પ્રધાને કર્યો દાવો

Published: Jan 13, 2020, 15:37 IST | Mumbai Desk

ગઈ કાલે અમરાવતીમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘આપણી સંસ્કૃતિ કહે છે કે જો આપણે ગાયને સ્પર્શ કરીએ તો આપણામાંથી નકારાત્મકતા દૂર થાય છે.’

મહા વિકાસ આઘાડી સરકારમાં પ્રધાનપદના શપથ લીધા બાદ હજી તો શપથ લીધા છે અને પૈસા બનાવવાનું ચાલુ ન કર્યું હોવાનું વિવાદાસ્પદ નિવેદન આપનારાં કૉન્ગ્રેસનાં રાજ્યપ્રધાન યશોમતી ઠાકુરે ગઈ કાલે વધુ એક વિવાદ જગાવી શકે એવું બયાન આપ્યું હતું.

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાની તિવસા વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલાં કૉન્ગ્રેસનાં યશોમતી ઠાકુર મહા વિકાસ આઘાડી સરકારમાં મહિલા અને બાળવિકાસ પ્રધાન છે. તેમણે ગઈ કાલે અમરાવતીમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘આપણી સંસ્કૃતિ કહે છે કે જો આપણે ગાયને સ્પર્શ કરીએ તો આપણામાંથી નકારાત્મકતા દૂર થાય છે.’
આ અગાઉ વાશિમ જિલ્લા પરિષદના ચૂંટણીપ્રચાર દરમ્યાન યશોમતી ઠાકુરે કહ્યું હતું કે અમે હજી થોડા સમય પહેલાં જ સરકાર બનાવી છે. હજી અમારાં ખિસ્સાં ગરમ થવાનાં બાકી છે. આ સમયે તેમણે કહ્યું હતું કે મતદારો વિરોધ પક્ષ પાસેથી રૂપિયા લઈને મત કૉન્ગ્રેસને આપે.

Loading...

Tags

mumbai
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK