મુંબઇ અને થાણેના લોકોને હવામાન વિભાગે કરી સતર્ક રહેવાની અપીલ

Published: 15th October, 2020 11:29 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

કૃષ્ણાનંદ હોસલિકર, ભારતીય હવામાન વિભાગના પશ્ચિમ વિભાગની ઑફિસના મહાનિદેશકે મધરાતે 12.32 વાગ્યે એક ટ્વીટ કર્યું. આ ટ્વીટમાં તેમણે થાણે અને મુંબઇમાં રહેતા લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મુંબઇ અને થાણે જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા જેહાર કરવામાં આવેલી પૂર્વ ચેતવણી પ્રમાણે બુધવારે મોડી રાતે મુંબઇ અને થાણેમાં ભારે વરસાદ પડ્યો. કૃષ્ણાનંદ હોસલિકર, ભારતીય હવામાન વિભાગના પશ્ચિમ વિભાગની ઑફિસના મહાનિદેશકે મધરાતે 12.32 વાગ્યે એક ટ્વીટ કર્યું. આ ટ્વીટમાં તેમણે થાણે અને મુંબઇમાં રહેતા લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે.

રેડ અલર્ટ જાહેર
તેમણે મુંબઇ અને થાણેકરને ચેતવણી આપી છે કે આ 'ખૂબ જ મહત્વપૂર્ણ' છે. ઑરેન્જ અલર્ટ (Orange Alert) જે પહેલા કોંકણ માટે જાહેર કરવામાં આવ્યું હતું, તે ઉપગ્રહ અને રડાર દ્વારા કૅપ્ચર કરવામાં આવેલી નવી છબિઓને જોતાં બદલવામાં આવી રહ્યું છે. મુંબઇ અને થાણે સહિત આખા પૂરા ઉત્તર કોંકણ માટે રેડ અલર્ટ (Red Alert)જાહેર કરવામાં આવી રહ્યું છે. હોસાલીકરે ટ્વીટમાં કહ્યું, "નાગરિકોને આ સમય દરમિયાન વધારે સતર્ક રહેવું જોઇએ."

મુંબઇ અને થાણે જિલ્લામાં બુધવાર રાતથી ભારે વરસાદ થઈ. ભારે વરસાદ સાથે સાથે વીજળી પણ લોકોને સાંભળવા મળી. હવામાન વિભાગના પૂર્વાનુમાનને જોતાં વરસાદની તીવ્રતા જળવાઇ રહેવાની શક્યતા જાહેર કરી છે. આ ધ્યાનમાં લેતા મુંબઇન અને થાણે પર એક મોટું સંકટ મંડરાઇ રહ્યું છે.

વરસાદની શક્યતાને જોતાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પહેલા જ બધી એજન્સીઓને સતર્ક રહેવાના નિર્દેશ આપ્યા હતા. તે પ્રમાણે મુંબઇ અને થાણેમાં નગર નિગમના આપાતકાલીન વિભાગ સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK