Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > માનસિક રીતે અસ્થિર શખસે કૉન્સ્ટેબલની આંગળી કરડી

માનસિક રીતે અસ્થિર શખસે કૉન્સ્ટેબલની આંગળી કરડી

13 February, 2020 11:38 AM IST | Mumbai Desk

માનસિક રીતે અસ્થિર શખસે કૉન્સ્ટેબલની આંગળી કરડી

માનસિક રીતે અસ્થિર શખસે કૉન્સ્ટેબલની આંગળી કરડી


નાગપાડા પોલીસ સ્ટેશનમાં કાર્યરત એક કૉન્સ્ટેબલને માનસિક અસ્થિર માણસે આંગળી ઉપર બટકું ભર્યું હતું જેથી કૉન્સ્ટેબલની આંગળીનો કેટલોક ભાગ કપાઈ ગયો હતો. કૉન્સ્ટેબલને સારવાર માટે જે. જે. હૉસ્પિટલમાં લઈ જવાયા હતા.

ઘટના અનુસાર બુધવારે સવારે પોલીસ કૉન્સ્ટેબલ સંતોષ શિખરે નાગપાડા જંકશન પર એક માણસ અસ્થિર હાલતમાં સૂતો હતો અે જોતા શિખરે તેને ત્યાંથી ખસેડવા માટેનો પ્રયાસ કર્યો હતો. સૂતેલા માનસિક રીતે અસ્થિર માણસે શિખરેની આંગળી ઉપર બટકું ભર્યું હતું. અસ્થિર માણસે ભરેલું બટકું એટલું જોરદાર હતું કે શિખરેની આંગળીનો આગળનો ટુકડો નીકળી ગયો હતો. હાજર રહેલા બીજા પોલીસ કૉન્સ્ટેબલોએ શિખરેને જે. જે. હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. અસ્થિર માણસ આ પરાક્રમ કરી ત્યાંથી ભાગી ગયો હતો. જોકે નાગપાડા પોલીસે તેને શોધી ધરપકડ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

13 February, 2020 11:38 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK