સેનાનો રાષ્ટ્રપતિને પત્ર વિવાદ : રાષ્ટ્રપતિ ભવને કર્યુ ખંડન

Apr 12, 2019, 15:08 IST

મીડિયામાં સૈન્ય તરફથી રાષ્ટ્રપતિને કોઈ પત્ર મળ્યાની વાત ચાલી રહી છે જેમા કહેવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા તેમનો રાજકારણીય ઉદ્દેશ માટે ઉપયોગ કરાયો છે જેને લઈને સુરક્ષા બળોમાં ગુસ્સાનો માહોલ છે. જો કે વાતને રાષ્ટ્રપતિ ભવન દ્વારા ફગાવવામાં આવી છે

સેનાનો રાષ્ટ્રપતિને પત્ર વિવાદ : રાષ્ટ્રપતિ ભવને કર્યુ ખંડન
સેનાનો રાષ્ટ્રપતિને પત્ર વિવાદ

રાષ્ટ્રપતિ ભવનએ સૈન્ય તરફથી લખવામાં આવેલા કોઈ પણ પત્ર મળવાની વાતનું ખંડન કર્યું છે. રાષ્ટ્રપતિ ભવનના સૂત્રોથી મળતી માહિતી અનુસાર રાષ્ટ્રપતિને સેના તરફથી કોઈ પણ પ્રકારનો પત્ર મળ્યો નથી. મીડિયામાં સૈન્ય તરફથી રાષ્ટ્રપતિને કોઈ પત્ર મળ્યાની વાત ચાલી રહી છે જેમા કહેવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા તેમનો રાજકારણીય ઉદ્દેશ માટે ઉપયોગ કરાયો છે જેને લઈને સુરક્ષા બળોમાં ગુસ્સાનો માહોલ છે. જો કે આ સંપૂર્ણ વાતને રાષ્ટ્રપતિ ભવન દ્વારા ફગાવવામાં આવી છે.

વિવાદ બાદ શું કહ્યું ચીફ માર્શલ સુરીએ...

વિશે વાત કરતા એર ચીફ માર્શલ એનસી સૂરીએ જવાબ આપતા કહ્યું હતું કે, આ એડમિરલ રામદાસનો પત્ર નથી અને આ કોઈ મેજર ચૌધરી દ્વારા લખવામાં આવ્યો છે જે માત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ પત્ર લખવા માટે મારી કોઈ પણ પરવાનગી લેવામાં આવી હતી નહી. પત્રમાં લખવામાં આવેલી કોઈ પણ સાથે હું સહમત નથી. અમારા મતને ખોટી રીતે પેશ કરવામાં આવ્યો છે.

વાયરલ થયેલા પત્રમાં પુર્વ સેના પ્રમુખના હસ્તાક્ષર પણ વિવાદમાં

વાયરલ થયેલા આ પત્રમાં પૂર્વ સેના પ્રમુખ જનરલ એસ. એફ. રોડ્રિગ્જના હસ્તાક્ષર છે જેને પૂર્વ પ્રમુખે ફગાવી છે અને કહ્યું છે કે, 'આ બધુ શું છે તેની મને ખબર નથી. હું જીવનભર રાજકારણથી દૂર રહ્યો છે. 42 વર્ષ સુધી આધિકારિક પદ પર કામ કર્યા પછી મારાથી હવે આમ ન થઈ શકે મારી માટે દેશ સૌથી પહેલા રહ્યો છે. હું નથી જાણતો આ પત્રને કોણ વાયરલ કરી રહ્યું થે પરંતુ ફેક ન્યુઝનું ઉત્તમ ઉદાહરણ છે.'

 

આ પણ વાંચો: વડોદરા : MS Uni.નું મતદાન સેન્ટર પોલીટેકનીક કોલેજના થયું નિરીક્ષણ


એક તરફ એર ચીફ માર્શલ દ્વારા આ પત્રને ફગાવવામાં આવ્યું છે. જ્યારે મેજર જનરલ હર્ષ કક્કડ અને પૂર્વ આર્મી ચીફ શંકર રૉય ચૌધરીએ આ પત્ર પર સહી કર્યાની વાતને સ્વીકારી છે અને કહ્યું છે કે આ પત્ર પર સહી તેમણે લખેલ વિગત વાચ્યા પછી કરી હતી. મળતી માહિતી અનુસાર આ પત્ર ગુરુવારે રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યો હતો જેમાં પૂર્વ સૈનિકો તરફથી લખવામાં આવ્યં છે કે, રાજકારણિય પક્ષો દ્વારા સૈન્ય દ્વારા કરવામાં આવેલા અભિયાનોનો ખોટો શ્રેય લેવામાં આવી રહ્યો છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK