Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એક સ્ત્રી, ત્રણ મિત્રો, એક ખંજર

એક સ્ત્રી, ત્રણ મિત્રો, એક ખંજર

01 December, 2019 04:33 PM IST | Mumbai
Vivek Agarwal

એક સ્ત્રી, ત્રણ મિત્રો, એક ખંજર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આવું હંમેશાં થાય છે.

એક સ્ત્રી હોય છે.



બે કે ત્રણ મિત્રો હોય છે.


સ્ત્રી માટે તેમની વચ્ચે ખેંચતાણ થાય છે અને એક દિવસ તેઓ અંદરોઅંદર લડી મરે છે.

જ્યારે રવિ પૂજારી પોલીસથી બચવા માટે દેશ છોડીને નાસી ગયો ત્યારે શીલાભાભીએ શૂટર હર્ષદ અંકુશ રાણેનો હાથ પકડી લીધો. ત્યાર પછી તે રિયાઝ અહેમદ શેખ સાથે જોડાઈ ગઈ.


શીલાભાભીનો એક સાથી વિનોદ આશા બુઆ કાંબળે પણ હતો. વિનોદ કદી પણ પોતાના નામની પાછળ તેના પિતાનું નામ જોડતો નહોતો. તેણે હંમેશાં માતાનું નામ જ લગાવ્યું.

શીલાભાભી પર કબજો કરવાના મામલે હર્ષદને વિનોદ અને રિયાઝ સાથે વાંકું પડ્યું હતું. શીલાને મેળવવા માટે વિનોદ-રિયાઝે સાથે મળીને હર્ષદને ચાકુના ઘા પણ ઝીંક્યા હતા.

એ વાત જુદી છે કે આ હુમલામાં હર્ષદ મર્યો નહીં, તેને પોલીસની ગોળીઓએ યમલોક પહોંચાડ્યો હતો.

હર્ષદના મોત પછી શીલાએ રિયાઝ પર પસંદગી ઉતારી. તેની સાથે પેઠામાં રહેવા લાગી. ત્યાં જ તેને એઇડ્સ થઈ ગયો હતો.

કહેવાય છે કે ૯૦ના દાયકાનાં પાછલાં વર્ષોમાં આ બીમારીએ જ અકાળે તેનો ભોગ લીધો હતો.

શીલાભાભી વિશે વધારે માહિતી મેળવવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ પાકા પાયે કોઈ જાણતું નથી કે શીલા સાથે શું થયું હતું. સામે બેઠેલા વડીલે ઝીરો નંબરને ચારે બાજુથી જોઈને રહસ્યમય અંદાજમાં કહ્યું...

‘ભાઈસા’બ, શીલાભાભી દુનિયા માટે ભલે મરી ચૂકી હોય, પણ તે આજે પણ હયાત છે.

લેખક જાણીતા ઇન્વેસ્ટિગેટિંગ જર્નલિસ્ટ અને ક્રાઇમ રાઇટર છે.

Whatsapp-channel Whatsapp-channel

01 December, 2019 04:33 PM IST | Mumbai | Vivek Agarwal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK