Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લોકલમાં ભારે ભીડનો વિડિયો જોઈને મુંબઈગરાઓનો આક્રોશ

લોકલમાં ભારે ભીડનો વિડિયો જોઈને મુંબઈગરાઓનો આક્રોશ

25 September, 2020 12:40 PM IST | Mumbai
Rajendra B. Aklekar

લોકલમાં ભારે ભીડનો વિડિયો જોઈને મુંબઈગરાઓનો આક્રોશ

આ પ્રકારની સ્થિતિ કોઈ એક નહીં પણ અનેક સ્ટેશનો પર જોવા મળી હતી.

આ પ્રકારની સ્થિતિ કોઈ એક નહીં પણ અનેક સ્ટેશનો પર જોવા મળી હતી.


ભારે વરસાદને લીધે મુંબઈની લોકલ સેવા ઠપ થતી જોઈ છે, પણ આ વખતે વરસાદ દરમ્યાન ટ્રેનમાં ઊભરાયેલી જનમેદનીએ રેલવે પ્રશાસનને હેરાન કરી મૂક્યું છે. વાસ્તવમાં કોરોનાના આ સમયમાં સોશ્યલ ડિસ્ટન્સ અને સુરક્ષાના નિયમોની ઐસી કી તૈસી કરી ભરચક લોકલ ટ્રેનનો એક વિડિયો વાઇરલ થયો છે જેણે રેલવે પ્રશાસનના સામાન્ય જનતા માટે લોકલ ટ્રેનમાં પ્રવાસ ન કરવાના નિર્ણય પર અનેક સવાલ ખડા કરી દીધા છે.
શું છે વિડિયોમાં?
વાઇરલ થયેલા વિડિયોમાં સોશ્યલ ડિસ્ટન્સ અને સુરક્ષાના નિયમોનું પાલન ન કરી પ્રવાસ કરતા લોકો ખાસ કરીને સરકારી કર્મચારીઓ જોવા મળે છે, જેના બાદ કેટલાક એનજીઓએ સવાલ ઊભા કર્યા હતા. ટીમ પોથોલ્સ વૉરિયર્સના મુશ્તાક અન્સારીએ ટ્વ‌િટર પર આ વિડિયો પોસ્ટ કર્યો હતો જે મુંબઈના છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદ દરમ્યાન લેવાયો હોવાનું માનવામાં આવે છે. વૉટ્સઍપ પર આ વિડિયો અનેક સ્ટેશનના નામે ફરી રહ્યો છે.
સામાન્ય સેવા શરૂ કરવાની માગણી
આ વિડિયોથી ગુસ્સે ભરાયેલી જનતાએ ટ્રેન-સર્વિસને સામાન્ય જનતા માટે શરૂ કરવાની માગણી કરી હતી. એક પ્રવાસીએ કહ્યું કે ‘સોશ્યલ ડિસ્ટન્સ નામનું હોવાથી એનું પાલન સરકારી બસમાં પણ કરવામાં નથી આવતું. વળી પ્રાઇવેટ વેહિકલ લોકોનાં ખિસ્સાં ખાલી કરી રહ્યાં છે અને પગારકાપ છે એ જુદો.’
અન્ય એક પ્રવાસી અનુજ સકસેનાએ સરકાર પર વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘કયા સરકારી કર્મચારી આ પ્રવાસ કરે છે? સરકારી કર્મચારીઓ જો પોતે સોશ્યલ ડિસ્ટન્સ અને સુરક્ષાના નિયમોનું પાલન નથી કરતા તો શા માટે કોવિડના નામે સામાન્ય જનતાને પ્રવાસ કરવાની અનુમતિ નથી આપવામાં આવતી?’
રેલવેનું તપાસ કરવાનું આશ્વાસન
વેસ્ટર્ન ઝોનલ યુઝર્સ કન્સલ્ટિવ કમિટીના ભૂતપૂર્વ સભ્ય શૈલેશ ગોયલે કહ્યું કે આવા કપરા દિવસોમાં લોકોએ જાતે સમજવું જોઈએ કે તેમણે શક્ય એટલો પ્રવાસ ઓછો કરવો. આ ઉપરાંત રેલવેએ આ સંદર્ભે દર વખતની જેમ તપાસ કરવાનું આશ્વાસન આપ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2020 12:40 PM IST | Mumbai | Rajendra B. Aklekar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK