ટમેટાંના ભાવમાં વધારો : લીલા વટાણા સસ્તા થયા

Published: 12th December, 2014 05:14 IST

દેશભરમાં શિયાળો બેસતાં ટમેટાંનો પુરવઠો ઘટી જતાં એના ભાવમાં વધારો જોવા મYયો છે. વાશીની ખ્ભ્પ્ઘ્ માર્કેટના વેપારીઓ જણાવે છે કે શિયાળાને લીધે ટમેટાંના પુરવઠાને અસર પહોંચી છે એથી ટમેટાંના ભાવમાં વધારો થયો છે.



સામાન્ય રીતે ૫થી ૭ રૂપિયે કિલો મળતાં ટમેટાં હવે હોલસેલ બજારમાં ૧૮થી ૨૦ રૂપિયે કિલો મળે છે. આ સાથે જ ખ્ભ્પ્ઘ્ માર્કેટમાં લીલા વટાણાનો પુરવઠો વધતાં એના ભાવ ૮૦થી ૯૦ રૂપિયે કિલોથી ઘટીને ૨૮થી ૩૦ રૂપિયે કિલો થઈ ગયા છે. ખ્ભ્પ્ઘ્ માર્કેટના એક વેપારી શ્રીધર પાવલેએ જણાવ્યું હતું કે ‘ઠંડીને લીધે ટમેટાંનો પાક ઓછો થઈ જાય છે. સામાન્ય રીતે પાક નિયમિત થતાં બે મહિના નીકળી જાય છે. જ્યારે તાપમાન ઓછું થાય છે ત્યારે શાકભાજીને પાકતાં ચાર મહિના વીતી જાય છે. ટમેટાંની ખેતી કરતા વિસ્તારો જેમાં પુણે, નારાયણગાવ, નાશિક અને સાતારામાં તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસ થઈ જતાં માગ અને પુરવઠાના રેશિયોમાં અસંતુલન આવ્યું છે જે શિયાળા દરમ્યાન રહેશે.’

બીજી તરફ હોલસેલ માર્કેટમાં પંજાબ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશથી લીલા વટાણાનો ભરપૂર પુરવઠો આવી રહ્યો છે. ગ્રાહકો લીલા વટાણાની કિંમતમાં હજી ઘટાડો થવાની અપેક્ષા રાખી શકે છે. ટમેટાં સિવાય અન્ય શાકભાજીના દર સામાન્ય રીતે સ્થિર છે એમ  ખ્ભ્પ્ઘ્ માર્કેટના શાકભાજી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

શાકભાજીના હોલસેલ અને રીટેલ દરો

શાકભાજી      હોલસેલ દરો    રીટેલ દરો  

ટમેટાં     ૧૮-૨૦ રૂપિયે કિલો    ૩૦-૪૦ રૂપિયે કિલો

લીલા વટાણા     ૨૮-૩૦ રૂપિયે કિલો     ૫૦-૭૦ રૂપિયે કિલો

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK