લગ્નમંડપમાં દુલ્હો લૅપટૉપ પર ગેમ રમે અને દુલ્હન તેની સામે જોતી રહી

Published: Sep 10, 2020, 08:14 IST | Mumbai correspondent | Mumbai

બોલો, લગ્નમંડપમાં દુલ્હો લૅપટૉપ પર ગેમ રમતો રહ્યો અને દુલ્હન તેની સામે જોતી રહી

લગ્નમંડપમાં દુલ્હો લૅપટૉપ પર ગેમ રમે અને દુલ્હન તેની સામે જોતી રહી
લગ્નમંડપમાં દુલ્હો લૅપટૉપ પર ગેમ રમે અને દુલ્હન તેની સામે જોતી રહી

વિડિયો ગેમનું વળગણ ભલભલાને સમયભાન ભુલાવી દેતું હોય છે, પણ આ દુલ્હાની તોલે કોઈ ન આવી શકે. લગ્નમંડપમાં બાજુમાં દુલ્હન બેઠી છે અને દુલ્હો લૅપટૉપ પર ફુટબૉલની એક ગેમ રમી રહ્યો છે. બુરાક નામના ૨૮ વર્ષના ભાઈસાહેબ પોતાનાં લગ્ન સમયે કેટલીક વિધિઓની રાહ જોવાની હતી ત્યારે લૅપટૉપ પર ગેમ રમવામાં વ્યસ્ત થઈ ગયા અને તેમની સજીધજીને બેઠેલી દુલ્હન તેની સામે મોં વકાસીને જોઈ રહી હોય એવી તસવીર સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે.
વાત જાણે એમ છે કે ટર્કીમાં રહેતા બુરાકે પોતાના વેડિંગ દરમ્યાન તેની ગર્લફ્રેન્ડ સાથેની દોસ્તી અને રિલેશનશિપ કેવી રીતે વધી એ વિશેનો એક વિડિયો બનાવ્યો હતો. લગ્ન સમયે તે પોતાની પરણેતરને એ વિડિયો દેખાડવા માગતો હતો એટલે ક્લિપ બતાડવા લૅપટૉપ લઈને જ લગ્નસ્થળે પહોંચ્યો હતો.
જોકે ટેક્નિકલ કારણોસર વિડિયો ચલાવવામાં વિલંબ થયો. આ વિરામ દરમ્યાન જે નવરાશનો સમય મળ્યો એમાં બુરાકભાઈ તેમની મનપસંદ ગેમ ખોલીને રમવા લાગ્યા. વેડિંગ ઑર્ગેનાઇઝરોએ અડધો-પોણો કલાક જે રાહ જોવડાવી એમાં ભાઈસાહેબે ફુટબૉલની બે-ત્રણ ગેમ રમી લઈને નિરાંતનો દમ ખેંચ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK