કેન્દ્ર સરકારે સંસદના બજેટ સત્ર પૂર્વે આગામી ૩૦ જાન્યુઆરીએ સર્વપક્ષીય બેઠક યોજી છે. એ બેઠકમાં ૧ ફેબ્રુઆરીએ બજેટની રજૂઆત વિશે ચર્ચા કરવામાં આવશે.
૩૦મીએ સવારે ૧૧.૩૦ વાગ્યે સંસદનાં બન્ને ગૃહના તમામ રાજકીય પક્ષોની બેઠક વિડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી યોજાશે. એ જ દિવસે સત્તાધારી નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સના સભ્યોની બેઠક યોજાશે. સંસદનું બજેટ સત્ર કોરોના રોગચાળા સામેની સાવચેતીનાં પગલાં સાથે બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો ૩૧ જાન્યુઆરીથી ૧૫ ફેબ્રુઆરી સુધી અને બીજો તબક્કો ૮ માર્ચથી ૮ એપ્રિલ સુધી યોજાશે.
સર્વપક્ષીય બેઠક વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાશે. એ બેઠકમાં સરકાર તરફથી સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, રાજ્યસભામાં બીજેપીના નેતા થાવરચંદ ગેહલોત અને નાયબ નેતા પીયૂષ ગોયલ, સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી, અર્જુનરામ મેઘવાલ અને વી. મુરલીધરન ઉપસ્થિત રહેશે.
Women's Day: મળો બૉડી પૉઝિટીવિટી ક્વીન ફાલ્ગુની વસાવડાને
4th March, 2021 14:21 ISTતાજમહેલના બન્ને દરવાજા કરવામાં આવ્યા બંધ, વિસ્ફોટક મૂકાયાની મળી સૂચના
4th March, 2021 11:18 ISTCoronavirus India News: છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના 17407 કેસ
4th March, 2021 11:05 ISTસેક્સ સીડી પ્રકરણમાં કર્ણાટકના પ્રધાને આપ્યું રાજીનામું
4th March, 2021 10:00 IST