કૅમેરા સામે સ્મોકિંગ કરીને કમાણી કરતી આ કન્યાને કોરોનાને કારણે બખ્ખા થઈ ગયા

Published: Mar 19, 2020, 09:09 IST | Mumbai Desk

૨૦૧૩માં ૧૮ વર્ષની હતી ત્યારથી ઑનલાઇન સ્મોકિંગ દ્વારા મનોરંજન આપતી બ્રિટ ડિમેશિયા હવે સ્મોકિંગ મૉડલ તરીકે ખ્યાતિ ધરાવે છે.

જાતજાતના પોઝમાં તેને સિગારેટના ધુમાડા કાઢતી જોવા માટે લોકો સામેથી પૈસા ચૂકવતા હોય છે.
જાતજાતના પોઝમાં તેને સિગારેટના ધુમાડા કાઢતી જોવા માટે લોકો સામેથી પૈસા ચૂકવતા હોય છે.

અમેરિકાના વિસ્કોન્સિનમાં કૅમેરા સામે સ્મોકિંગ કરીને દર મહિને ૫૦૦થી ૧૦૦૦ ડૉલર (૩૭,૦૦૦થી ૭૪,૦૦૦ રૂપિયા) કમાતી પચીસ વર્ષની સ્ટુડન્ટ બ્રિટ ડિમેટિયાને કોરોના વાઇરસના રોગચાળાને કારણે જબરો ફાયદો થયો છે. એકદમ ટૂંકા ગાળામાં તેના વ્યુઅર્સની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. ૨૦૧૩માં ૧૮ વર્ષની હતી ત્યારથી ઑનલાઇન સ્મોકિંગ દ્વારા મનોરંજન આપતી બ્રિટ ડિમેશિયા હવે સ્મોકિંગ મૉડલ તરીકે ખ્યાતિ ધરાવે છે. બ્રિટ ડિમેશિયા પહેલી વાર ૨૦૧૮માં ઇન્સ્ટાગ્રામ પર સ્મોકિંગ ફેટિશ કમ્યુનિટીમાં જોડાઈ હતી. ભણવાના ખર્ચને પહોંચી વળવા માટે કૅમેરા સામે ઑનલાઇન સ્મોકિંગ કરવાનું તેને સારું ફાવી ગયું હતું. જાતજાતના પોઝમાં તેને સિગારેટના ધુમાડા કાઢતી જોવા માટે લોકો સામેથી પૈસા ચૂકવતા હોય છે. તાજેતરના કોરોના વાઇરસના રોગચાળાને કારણે ઘરમાં એકાંતવાસમાં બેઠેલા લોકોને કારણે એના વ્યુઅર્સ ૫૦૦૦ કરતાં વધી ગયા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK