મધ્ય પ્રદેશમાં ચાર વર્ષના છોકરાને ૨૫ આંગળીઓ

Published: 1st November, 2012 05:11 IST

બાળકોને હાથની આંગળીઓની મદદથી એકથી દસ સુધીના અંક શીખવવામાં આવે છે, પણ મધ્ય પ્રદેશના ભોપાલમાં રહેતો ચાર વર્ષનો એક છોકરો પોતાની આંગળીઓથી ૨૫ સુધીની ગણતરી કરી શકે છે.

અર્પણ સક્સેના નામના આ માસૂમ છોકરાના બન્ને હાથ અને પગમાં કુલ ૨૫ આંગળીઓ છે. અર્પણ પૉલિડેક્ટિલ નામની બીમારીનો શિકાર છે. આ બીમારીને કારણે તેના હાથ અને પગની આંગળીઓ અને અંગૂઠા એકબીજા સાથે જોડાઈ ગયાં છે.

અર્પણના બન્ને હાથમાં ૧૩ અને પગમાં ૧૨ આંગળીઓ છે. આ ખાસિયતને કારણે તે ભોપાલ શહેરમાં ફેમસ છે. જોકે તે સૌથી વધુ આંગળીઓનો વલ્ર્ડ રેકૉર્ડ ધરાવતો નથી. આ વલ્ર્ડ રેકૉર્ડ અક્ષત સક્સેના નામના બે વર્ષના છોકરાના નામે છે જે હાથ અને પગમાં ૩૪ આંગળીઓ ધરાવે છે. અર્પણના પિતા અનિલ સક્સેના રિક્ષા ચલાવે છે. તેમનું કહેવું છે કે મારો દીકરો બધા કરતાં અલગ છે અને અમે તેનો ઇલાજ કરાવવા માગતા નથી. તેની મમ્મી તનુએ પણ કહ્યું હતું કે ઘણાબધા લોકો અર્પણના ઑપરેશન માટે આર્થિક મદદ કરવા તૈયાર છે, પણ અમે ઑપરેશન કરાવવા માગતા નથી. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK