Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આસનસોલ રેલવે-સ્ટેશન પર ખૂલી દેશની પહેલી રેસ્ટોરાં ઑન વ્હીલ્સ

આસનસોલ રેલવે-સ્ટેશન પર ખૂલી દેશની પહેલી રેસ્ટોરાં ઑન વ્હીલ્સ

28 February, 2020 04:03 PM IST | Mumbai Desk

આસનસોલ રેલવે-સ્ટેશન પર ખૂલી દેશની પહેલી રેસ્ટોરાં ઑન વ્હીલ્સ

આસનસોલ રેલવે-સ્ટેશન પર ખૂલી દેશની પહેલી રેસ્ટોરાં ઑન વ્હીલ્સ


ઇન્ડિયન રેલવેએ પશ્ચિમ બંગાળના આસનસોલ રેલવે-સ્ટેશન પર દેશની પ્રથમ રેલ રેસ્ટોરાં શરૂ કરી છે, જેને ‘રેસ્ટોરાં ઑન વ્હીલ્સ’ નામ આપ્યું છે. ૧૯૯૪મા શરૂ કરાયેલી આસનસોલ-બરદવાં મેમો ટ્રેનના બે કોચ જે પાટા પર ચાલવા માટે અનફિટ હતા એને જ ડેકોરેટ કરીને ખૂબસૂરત રેસ્ટોરાં બનાવવામાં આવી છે. આ રેસ્ટોરાં રેલવેના પ્રવાસીઓ તેમ જ સામાન્ય જનતા માટે ખુલ્લી રહેશે, જેમાં રોલ્સથી માંડીને શાકાહારી તેમ જ માંસાહારી ભોજન મળશે. રેસ્ટોરાંના પહેલા કોચને ચાઇ-ચુન નામ આપવામાં આવ્યું છે, જેમાં ચા-નાસ્તો મળશે. બીજા કોચમાં ૪૨ સીટ્સ છે અને નાસ્તો, લંચ તેમ જ ડિનર મળી શકશે. 

લોકોને આકર્ષિત કરવા માટે રેસ્ટોરાંના ઇન્ટીરિયર પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. કોચની દીવાલો પર પેઇન્ટિંગ ઉપરાંત જૂનાં ટાઇપરાઇટર્સ છે. દરેક ટેબલ પર લાઇટ માટે બલ્બ લટકાવવામાં આવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

28 February, 2020 04:03 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK