પહેલી તક છેલ્લી જ છે એવું માનીને જ મહેનત કરવાની

Published: 18th October, 2014 06:34 IST

સક્સેસ માટે મહેનતથી ઓછું ક્યારેય કંઈ ચાલતું નથી. આ વાત મને નાનપણથી શીખવા મળી છે અને મેં પોતે પણ આ જ વાતનો જાતઅનુભવ કર્યો છે તો બીજા સક્સેસફુલ પ્લેયર્સમાં પણ આ જ વાત જોઈ છે.(સ્પેશ્યલ કમેન્ટ- રવીન્દ્ર જાડેજા પ્લેયર, ટીમ ઇન્ડિયા)

બહુ દૂરની વાત ન કરું અને હમણાંની જ વાત કરું તો નરેન્દ્ર મોદીને જ જોઈ લો. લોકસભાના ઇલેક્શન સમયે તેમણે જે રીતે કામ કર્યું એ કામની સામે તેમની પાસે મુખ્ય પ્રધાનપદ ઑલરેડી હતું જ અને એ પછી પણ તેમણે કોઈ વાતનો વિચાર કર્યા વિના કુ પોતાની જાત સામે જોયા વિના તેમણે પોતે એ સ્તરે મહેનત કરી કુ જેની કલ્પના પણ કરવી અઘરી થઈ જાય. હમણાં પણ જુઓ, અમેરિકાથી રિટર્ન થયા પછી તેમણે જે રીતે મહારાષ્ટ્રમાં પ્રચાર પર કામ કરવાનું શરૂ કર્યું એ અદ્ભુત હતું. હું અહીં કોઈ પાર્ટીની કુ પાર્ટીની આઇડિયોલૉજીની વાત નથી કરી રહ્યો, હું મહેનતની વાત કરું છું. મહેનત, આકરી મહેનતનો કોઈ પર્યાય નથી.

એક દિશા નક્કી કર્યા પછી એ દિશાના અંતિમ સુધી પહોંચવા માટે અને એ અંતિમને પામવા માટે જે કોઈ પ્રકારની મહેનત કરવી પડે એ કરવી જ જોઈએ, પણ યાદ રાખવાનું છે કુ પહેલાં એક દિશા અને એ દિશાનું અંતિમ નક્કી થઈ જવું જોઈએ. દિશા વિનાની કોઈ સફર ન હોવી જોઈએ.ક્રિકુટ રમવાનું શરૂ કર્યું ત્યારે જ નક્કી હતું કુ એક દિવસ મારે ટીમ ઇન્ડિયા માટે રમવું છે. એ નક્કી થયા પછી એ લેવલ સુધી પહોંચવા માટે વચ્ચે આવતા તમામ પડાવ મારે પાસ કરવાના હતા એટલે એ પડાવ માટે મહેનત શરૂ કરી. રણજી ટ્રોફી, દુલિપ ટ્રોફી, ટીમ ઇન્ડિયાની એ ટીમ અને એ પછી ત્ભ્ન્ અને ટીમ ઇન્ડિયા.

આ જર્નીમાં જ્યારે પણ રણજી ટ્રોફી માટે ટ્રાય કરવાની આવી હતી ત્યારે મારી માટે રણજી ટીમ એ પણ ટીમ ઇન્ડિયા જેવી જ મહkવની અને મોટી બની ગઈ હતી અને મહેનત પણ એ જ સ્તરની હતી કુ જાણે ટીમ ઇન્ડિયાનું સિલેક્શન થવાનું હોય અને ટીમ ઇન્ડિયા માટે પર્ફોર્મ કરવાનું હોય. મહેનત માટે આ જ નીતિ રાખવી જોઈએ. ચાણક્ય કહેતા કુ બીજી તક જિંદગીમાં ક્યારેય મળવાની નથી એવું સમજીને જો આગળ વધવામાં આવે તો સફળતા અચૂક મળે. વાતમાં તથ્ય છે. સક્સેસ માટે બીજી તકની રાહ જોવી પડે એવું કરવાને બદલે આવેલી પહેલી તક અંતિમ તક છે એવું ધારીને જો એ દિશામાં એડીચેટીનું જોર લગાડી દેવામાં આવે તો એનું રિઝલ્ટ હંમેશાં ખ્ ગ્રેડનું જ મળે. મોટા ભાગના સક્સેસફુલ લોકોએ જે કહ્યું છે એ જ વાત કહેવાનું મન થાય કુ મહેનતના કોઈ શૉર્ટકટ હોતા નથી. પરસેવો પાડવામાં આવે અને બધું ભૂલીને એકધ્યાન થઈને કામની દિશામાં નજર રાખવામાં આવે તો સક્સેસ મળે જ છે અને મળતી જ હોય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK