Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લિફ્ટ હોનારતમાં મૃત્યુ પામેલા ડૉક્ટર હવેવાલાના પરિવારને નાણાકીય સહાય

લિફ્ટ હોનારતમાં મૃત્યુ પામેલા ડૉક્ટર હવેવાલાના પરિવારને નાણાકીય સહાય

27 February, 2020 06:07 PM IST | Mumbai Desk
arita sarkar

લિફ્ટ હોનારતમાં મૃત્યુ પામેલા ડૉક્ટર હવેવાલાના પરિવારને નાણાકીય સહાય

લિફ્ટ હોનારતમાં મૃત્યુ પામેલા ડૉક્ટર હવેવાલાના પરિવારને નાણાકીય સહાય


ભાઉ દાજી લાડ મ્યુઝિયમમાં લિફ્ટ તૂટી પડવાને કારણે ઈજા પામનાર અને લગભગ ૧૦ દિવસ સુધી મોત સામે બાથ ભીડ્યા બાદ મૃત્યુ પામેલા જાણીતા ડેન્ટિસ્ટ ડૉક્ટર અરનવાઝ હવેવાલાના પરિવારને ૧૦ મહિનાના લાંબા ઇન્તેજાર પછી મ્યુઝિયમ ટ્રસ્ટ તરફથી વળતર પેટે ૧૦ લાખ રૂપિયા (બન્ને બાળકોને પાંચ-પાંચ લાખ) ચૂકવવામાં આવ્યા છે. મસીના હૉસ્પિટલમાં દાખલ કરાયા બાદનો તેમનો સંપૂર્ણ ખર્ચ પણ મ્યુઝિયમ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. તેમની દીકરી હીરાને પાલિકાની સાયન હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં હાઉસ ઑફિસરની પોસ્ટ ઑફર કરવામાં આવી છે.

લિફ્ટ તૂટી પડવાની ઘટનામાં ડૉક્ટર હવેવાલાની દીકરી હીરાને પગમાં ફ્રૅક્ચર આવ્યું હતું. ડૉક્ટર હવેવાલા સિંગલ મધર છે અને ઘટના વખતે તેમનાં બન્ને બાળકો (દીકરો અને દીકરી) અભ્યાસ કરતાં હતાં. નાયર હૉસ્પિટલના ડીન ડૉક્ટર નીલમ એન્દરડેએ કહ્યું હતું કે હાલમાં ડેન્ટિસ્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહેલી હીરાને હાઉસ ઑફિસરની પોસ્ટ પર રાખી લેવામાં આવ્યાં છે અને તેનો અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી તેમને આ પોસ્ટ પર રાખવામાં આવશે. ત્યાર બાદ તેઓ પોતાનો નિર્ણય લેવા મુક્ત છે.


Whatsapp-channel Whatsapp-channel

27 February, 2020 06:07 PM IST | Mumbai Desk | arita sarkar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK