કોરોના વાઇરસના પ્રતિકાર માટેની રસી આપવાના કાર્યક્રમનો પ્રાયોગિક તબક્કો ‘ડ્રાય રન’ આવતી કાલ બીજી જાન્યુઆરીથી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં યોજવામાં આવશે. રસીકરણના કાર્યક્રમના આયોજન અને અમલ વચ્ચે સમન્વય સાધવાના ઉદ્દેશથી ડ્રાય રન યોજવામાં આવે છે. કામગીરીની સમસ્યાઓ સમજવા અને એ સમસ્યાઓ કે નડતરો દૂર કરી શકાય એ માટે ડ્રાય રન ઉપયોગી થતા હોવાનું તબીબી ક્ષેત્રના વહીવટી નિષ્ણાતોએ જણાવ્યું હતું. મહારાષ્ટ્ર અને કેરળ રાજધાની સિવાયનાં શહેરોની પસંદગી કરે એવી શક્યતા આરોગ્ય મંત્રાલયનાં સૂત્રોએ દર્શાવી હતી. ગઈ કાલે આરોગ્ય ખાતાના સચિવ રાજેશ ભૂષણે વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય ખાતાના અગ્રસચિવો જોડે કરેલી મંત્રણામાં ઉક્ત નિર્ણયોની ચર્ચા કરવામાં આવી હતી.
પાકિસ્તાને કોરોના વિરોધી રશિયન વૅક્સિન સ્પુતનિકને આપી મંજૂરી
25th January, 2021 11:33 ISTમીરા રોડના ચાર મિત્રો કોવિડ વૉરિયર માટે બન્યા રક્ષાકવચ
25th January, 2021 09:23 ISTભારતે રસી મોકલતાં બ્રાઝિલે સંજીવની લઈ જતા હનુમાનની તસવીર પોસ્ટ કરી આભાર માન્યો
24th January, 2021 13:11 ISTપ્રી-કોવિડ બૉડી પર કામ કરી રહી છે તમન્ના
23rd January, 2021 16:03 IST