સાંજે ખુલશે સબરીમાલા મંદિરના કપાટ, મહિલાઓને સુરક્ષા નહીં અપાવે સરકાર

Published: Nov 16, 2019, 13:12 IST | New Delhi

આજે સાંજે સબરીમાલા મંદિરના કપાટ ખુલવા જઈ રહ્યા છે. સરકારે મહિલાઓને સુરક્ષા ન અપાવવાનો નિર્ણય કર્યો છે.

સબરીમાલા મંદિર
સબરીમાલા મંદિર

સબરીમામલામાં હાજર ભગવાન અયપ્પા મંદિર આજે શનિવારે સાંજે બે મહિનાની તિર્થયાત્રા માટે ખુલી ગયું. પથાનમથિટ્ટા જિલ્લામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મંડલ પૂજા માટે માટે મંદિરના કપાટ ખુલશે. કેરળની માકપાની આગેવાનીવાળી એલડીએફ સરકારે શ્રદ્ધાળુઓની યાત્રા સારી રહે તે માટે સારી વ્યવસ્થા કરી છે.

સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે, કંદરારૂ મહેશ મોહનારારૂ મંદિરના ગર્ભગૃહને ખોલશે અને ત્યાં પૂજા પાઠ કરશે જેની સાથે યાત્રાની શરૂઆત થઈ જશે.  એટલું જ નહીં એ દરમિયાન એકે સુધીર નંબૂદિરી સબરીમાલા મેલશાંતિ અને એમએમ પરમેશ્વર નંબુદિરી મલિકાપુરમ મેલશાંતિના રૂપમાં કાર્યભાર સંભાળશે. મંદિરમાં પાદિ પૂજા કાર્યક્રમ સંપન્ન થયા બાદ તિર્થયાત્રીઓને માત્ર 18 પવિત્ર સીડીઓ પર ચડવાની અને ભગવાનના દર્શન કરવાની અનુમતિ હશે.

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે, કેરલ દેવસ્વોમ બોર્ડે કહ્યું હતું કે રાજ્ય સરકાર મંદિરની તરફ જતી કોઈ પણ મહિલાને સુરક્ષા નહીં ઉપલબ્ધ કરાવે, જે મહિલાઓને સુરક્ષાની જરૂર છે તેમણે સુપ્રીમ કોર્ટ પાસેથી આદેશ મેળવવો જોઈએ. બીજી તરફ પથાનમથિટ્ટા જિલ્લાના કલેક્ટર પીબી નોહે કહ્યું કે તિર્થયાત્રીઓ માટે તમામ પાયાની સુવિધાઓ જેવી કે શૌચાલય, પાણી અને ઈમરજન્સી કેન્દ્ર આપવામાં આવી છે.

પીટીઆઈએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે પથમનથિટ્ટા જિલ્લાના પશ્ચિમી ઘાટમાં સંરક્ષિત વનક્ષેત્રમાં હાજર પહાડી મંદિરના કપાટ સાંજે લગભગ પાંચ વાગ્યે ખોલવામાં આવશે. જે સાથે જ બે મહિના સુધી ચાલનારી મકરવિલક્કૂ સીઝન શરૂ થઈ જશે. કેરળની સાથે પાડોશી રાજ્યોના શ્રદ્ધાળુઓએ નિલક્કલ અને પંબામાં પહોંચવાનું શરૂ કરી દીધું છે પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખતા તેમને બપોરે બે વાગ્યા સુધી જ જવા દેવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK