કમલા મિલ્સના ડેવલપમેન્ટ પ્લાન નિરીક્ષણ માટે મુકાશે

Published: Feb 14, 2020, 12:41 IST | Mumbai Desk

દરેક બિલ્ડિંગનો ફ્લૉર પ્લાન પાલિકાના અધિકારીઓ અને સામાન્ય માનવી પણ નિયમોનો ભંગ કરાયો હોય તો તત્કાળ પકડી શકે એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે.

કમલા મિલ્સમાં લાગેલી આગની ઘટનાની તપાસ માટે પાલિકા દ્વારા રચાયેલી સમિતિએ સરળ અને ઝડપી નિરીક્ષણ માટે દરેક બિલ્ડિંગ મિલ્સના દરેક બિલ્ડિંગ કમ્પાઉન્ડની અંદરનાં અગ્રણી સ્થળોએ મંજૂર કરાયેલા પ્લાન્સ પ્રદર્શિત કરવાની ભલામણ કરી છે.

ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન હેઠળ મંજૂર કરવામાં આવેલા સુધારાઓ કરવામાં આવે એ માટે ડીપી વિભાગના ચીફ એન્જિનિયર ભારે દંડ ફટકારી શકે છે. દરેક બિલ્ડિંગનો ફ્લૉર પ્લાન પાલિકાના અધિકારીઓ અને સામાન્ય માનવી પણ નિયમોનો ભંગ કરાયો હોય તો તત્કાળ પકડી શકે એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે.

પાલિકાનો ડીપી વિભાગ રિપોર્ટમાં સૂચિત ફેરફારોને સ્થળ પર જઈ ચકાસણી કરશે તથા ગેરકાયદે કરવામાં આવેલા ફેરફારો માટે નોટિસ પાઠવશે. આ ઉપરાંત મુંબઈનો ફાયરબ્રિગેડ વિભાગ પણ તમામ બિલ્ડિંગની તપાસ કર્યા બાદ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ઇશ્યુ કરશે.

કમિટીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે કમલા મિલ્સના કુલ વિસ્તારમાંથી ૨૩ ટકા જેટલો એરિયા સત્તાવાર બિલ્ડ-અપ એરિયામાં જોડવામાં આવ્યો છે. નિયમોનો ભંગ મોટે ભાગે આગ લાગવાના કેસમાં મોકળી રાખવા સૂચિત કરાયેલી જગ્યાના અતિક્રમણ અને આગથી બચવાના પેસેજને જોડવામાં, આગથી બચવાની બાલ્કની, ફાયર ડક્ટ અને સામાન્ય લૉબીનો ભાગ ખુલ્લો છોડવા જેવા મુદ્દાએ કરવામાં આવ્યો છે.

ડીપી વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જો દાદરના સ્થળ, બે ઑફિસને જોડવા કે ફ્લાવર બેડને અંદરની તરફ લેવામાં જો નિયમોનો ભંગ કરવામાં આવ્યો હશે તો એ માટે મોટી રકમનો દંડ ભરી ફેરફાર કરવા સૂચન કરાશે પરંતુ જો મુક્ત રાખવા જણાવાયેલા વિસ્તારમાં અતિક્રમણ કરવામાં આવ્યું હશે તો તમામ ફેરફારો ફરીથી નિયમ મુજબ કરવા પડશે અને જો તેમ કરવામાં બિલ્ડિંગના માલિકો નિષ્ફળ રહેશે તો બીએમસી વધારાનાં તમામ બાંધકામો તોડી નાખશે તેમ જ માલિકોને દંડ કરશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK