Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BJPના ભૂતપૂર્વ પદાધિકારીની કોહવાઈ ગયેલી ડેડ-બૉડી પનવેલમાંથી મળી

BJPના ભૂતપૂર્વ પદાધિકારીની કોહવાઈ ગયેલી ડેડ-બૉડી પનવેલમાંથી મળી

27 December, 2018 12:11 PM IST |

BJPના ભૂતપૂર્વ પદાધિકારીની કોહવાઈ ગયેલી ડેડ-બૉડી પનવેલમાંથી મળી

મોજીલા માણસનું મર્ડર : રાજેશ્વર ઉદાણી.

મોજીલા માણસનું મર્ડર : રાજેશ્વર ઉદાણી.


રોહિત પરીખ

ઘાટકોપર (વેસ્ટ)ની કામા લેનમાં રહેતા તથા ડાયમન્ડ જ્વેલરી અને કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરતા BJPના ઘાટકોપર (ઈસ્ટ)ના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડન્ટ રાજેશ્વર ઉદાણી ૨૮ નવેમ્બરથી ગુમ થયા હતા. તેમની કોહવાયેલી ડેડ-બૉડી ચાર દિવસ પહેલાં પનવેલ તાલુકા પોલીસ-સ્ટેશનની હદના ગાડેશ્વર ડૅમમાંથી પનવેલ પોલીસને મળી હતી જે તેમના દીકરા રોનકે સ્લિપર અને તેમનાં કપડાં પરથી ઓળખી હતી. આ સમાચારથી ઘાટકોપરમાં સનસની મચી ગઈ છે. આ પ્રકરણમાં પંતનગર પોલીસે પંતનગરમાં રહેતા BJPના એક પદાધિકારીની ગઈ કાલે સવારે ૬.૩૦ વાગ્યે ઍરપોર્ટ પરથી અટકાયત કરતાં BJPમાં પણ હોબાળો મચી ગયો હતો.



૫૭ વર્ષના રાજેશ્વર ઉદાણી ગુમ થયા પછી પંતનગર પોલીસમાં તેમના પુત્ર રોનકે ૨૯ નવેમ્બરે તેમના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. એમાં તેણે કહ્યું હતું કે તેના પપ્પા કોઈ છોકરીનો ફોન આવવાથી તે છોકરીને મળવા કારમાં ડ્રાઇવરને લીધા વગર અંધેરી ગયા હતા. આથી પોલીસે મામલાની તપાસમાં બહુ ઉતાવળ કરી નહોતી. પહેલાં તો પોલીસને એમ હતું કે તેઓ પોતે જ કોઈ પર્સનલ કારણથી ઘર છોડીને જતા રહ્યા છે અને બે-ચાર દિવસમાં પાછા આવી જશે. જોકે તેમના કૉલ-રેકૉર્ડ્સ પરથી બારગર્લના કૉન્ટૅક્ટ-નંબરો મળતાં પોલીસને તેમના ગુમ થવા પાછળ શંકા જાગી હતી. આથી પોલીસે ગુમ થયાની ફરિયાદને અપહરણની ફરિયાદમાં પરિવર્તિત કરી હતી. પોલીસને રાજેશ્વર ઉદાણીનો ફોન ટ્રેસ કરતાં નવી મુંબઈના ઐરોલીનું છેલ્લું લોકેશન મળ્યું હતું.


આ બાબતની માહિતી આપતાં ઘાટકોપર ડિવિઝનના અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર માણિકસિંહ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજેશ્વર ઉદાણી ૨૮ નવેમ્બરે રાતના પોણાદસ વાગ્યે તેના ઘરેથી કારમાં નીકળ્યો હતો. ત્યાર બાદ તેણે તેની કાર વિક્રોલી ટ્રાફિક-ચોકી પાસે મૂકી દીધી હતી અને બીજી કારમાં આગળ ગયો હતો. તેના પરિવારની ફરિયાદ પરથી અમે ત્રીજી ડિસેમ્બરે અપહરણનો કેસ નોંધ્યો હતો. ચોથી ડિસેમ્બરે પનવેલ તાલુકા પોલીસને ગાડેશ્વર ડૅમમાંથી એક લાવારિસ ડેડ-બૉડી મળી હતી. તેમણે આ બાબતની જાણકારી મુંબઈ, નવી મુંબઈ અને થાણે પોલીસને મોકલી હતી. આથી પંતનગર પોલીસે એક ટીમને રાજેશ્વરના પુત્ર રોનકની સાથે પનવેલ રવાના કરી હતી. ત્યાં રોનકે તેમનાં સ્લિપર અને કપડાં પરથી ડેડ-બૉડી તેના પિતા રાજેશ્વરની હોવાનું કહ્યું હતું. ગઈ કાલે તેમની કારને પણ કસ્ટડીમાં લીધી હતી અને રાજેશ્વરના મૃત્યુ સંદર્ભની વધુ તપાસ શરૂ કરી હતી.’

પંતનગર પોલીસના એક અધિકારીએ કહ્યું હતું કે ‘રાજેશ્વર ૨૮ નવેમ્બરે અંધેરી એક મહિલાને મળીને વિક્રોલી કાર મૂકીને બીજી કારમાં કશેક જતો રહ્યો હતો. એ બીજી કારમાં કોણ હતું એની અમે તપાસ કરી રહ્યા છીએ. આ દરમ્યાન અમે ગઈ કાલે સવારે ઘાટકોપરના પંતનગરમાં રહેતી તેમ જ એક સમયે ઘાટકોપરના BJPના એક રાજનેતાની પર્સનલ અસિસ્ટન્ટ રહી ચૂકેલી વ્યક્તિની સાંતાક્રુઝ ઍરપોર્ટ પરથી રાજેશ્વરના મૃત્યુ બાબતની પૂછપરછ કરવા માટે અટકાયત કરી હતી.’


ઘાટકોપર BJPનાં સૂત્રોમાંથી મળેલી માહિતી પ્રમાણે રાજેશ્વર ઉદાણી અને પંતનગરની વ્યક્તિ છેલ્લાં ઘણાં વષોર્થી સાથે કોઈ બિઝનેસ કરતા હતા. રાતના આ બન્ને પાર્ટનરો ડાન્સ-બારમાં સાથે જતા હતા.

આ સિવાય રાજેશ્વર ઉદાણી થિયેટરના માલિક હોવાને કારણે ટીવી અને ફિલ્મી દુનિયાની ઘણીબધી જુનિયર આર્ટિસ્ટો તેમના સંપર્કમાં હતી. છેલ્લા ત્રણ દિવસથી પોલીસે આ બધી છોકરીઓની પણ પૂછપરછ કરી રહી છે. પંતનગર પોલીસની એક ટીમ ગઈ કાલે પુણે પણ જવા રવાના થઈ ગઈ છે.

આ બનાવ પછી ઘાટકોપરમાંથી રાજેશ્વર ઉદાણી વિશેની જાણકારી મેળવતાં લોકોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજેશ્વર ઉદાણી પહેલાં જુહુના ચંદન સિનેમાના માલિક હતા. એ જ સમયથી તેઓ બારગર્લ્સના સંપર્કમાં હતા. તેઓ રાતભર ઘરે નહોતા આવતા. પછી સમય જતાં તેમના પૈસાના પ્રભાવને કારણે ઘાટકોપરના કાઠિયાવાડ સમાજે તેમને સમાજના ઉચ્ચ સ્થાને બેસાડી દીધા હતા. એક મોટા દાતા તરીકે ઘાટકોપરમાં પ્રસિદ્ધિ મેળવ્યા પછી રાજેશ્વર ઉદાણીને એમાંથી ઘાટકોપર (ઈસ્ટ)નું BJPનું વાઇસ પ્રેસિડન્ટપદ મળ્યું હતું. આમ તેમની સામાજિક કારર્કિદીની શરૂઆત થઈ હતી. વિક્રાંત સર્કલ પરના ચોકને તેમના પિતાનું નામ પણ આપવામાં આવ્યું હતું. રાજેશ્વર ઉદાણી તેમની સિક્સ્ટી ફીટ રોડ પરની ઑફિસમાં લાખો રૂપિયાનાં ઍન્ટિક પીસ રાખતા હતા. તેમણે આ ઑફિસમાં અમુક સંસ્થાઓની ઑફિસ પણ શરૂ કરી હતી જે એકાદ વર્ષમાં જ બંધ પણ કરી દીધી હતી. જોકે બહુ જ ઓછા સમયમાં તેમનું નામ જૈન સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિમાં બોલાવા લાગ્યું હતું. તેમના ઘાટકોપરમાંથી પણ છબરડાઓ બહાર આવવાની શક્યતાઓ નકારી નથી શકાતી.’

Whatsapp-channel Whatsapp-channel

27 December, 2018 12:11 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK