ગુજરાત સરકારે ડ્રૅગન ફ્રૂટને નવું નામ `કમલમ‘ આપ્યું એને કારણે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસે બીજેપી પર પ્રહારો કર્યા છે. રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના મુખ્ય પ્રવક્તા મહેશ તાપસેએ ગઈ કાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બીજેપી ફળો પર પણ પોતાનું બ્રૅન્ડિંગ કરે છે. હવે દેશનું નામ કમલસ્તાન કરવામાં આવે એ દિવસ દૂર નથી. બીજેપી દરેક ઠેકાણે તેમના ચૂંટણીના ચિહ્ન કમળનો પ્રચાર કરવા સક્રિય રહે છે.’
ગુજરાતના નવસારી, કચ્છ તેમ જ સૌરાષ્ટ્રમાં ડ્રૅગન ફ્રૂટની બાગાયતી વિશેષ પ્રમાણમાં થતી હોવાથી ડ્રૅગન ફ્રૂટની ઓળખ બદલવા ‘કમલમ’ નામે એની પેટન્ટના રજિસ્ટ્રેશન માટે ગુજરાત સરકારે અરજી કરી છે. એ બાબતે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ‘ડ્રૅગન ફ્રૂટ નામને કારણે એ ચીનનું ફળ હોવાની છાપ ઊપસે છે. તેથી એને કમલમ નામ આપ્યું છે. નવા નામકરણ પાછળ કોઈ રાજકીય હેતુ નથી. ખેડૂતો કહે છે કે એ કમળ જેવું દેખાય છે તેથી એને કમલમ નામ આપવાનું નક્કી કર્યું છે.’
Deshraj: જાણો કેમ સોશિયલ મીડિયા પર ફૅમસ થઈ રહ્યા છે આ 74 વર્ષના આ ઑટો-ચાલક
27th February, 2021 12:39 ISTમહારાષ્ટ્ર બૉર્ડે 10 અને 12માં ધોરણની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કર્યુ
27th February, 2021 10:20 ISTમુલુંડમાં કોરોનાની સાથે ફેક મેસેજનો પણ પ્રકોપ
27th February, 2021 10:19 ISTવ્યાપાર બંધ હમારા કર્મ નહીં, હમારી મજબૂરી હૈ
27th February, 2021 10:18 IST