જન્મભૂમિ તરફ વળતાં પહેલા કર્મભૂમિને કર્યા વંદન...પાછાં આવવા વિશે કહી આ વાત

Published: May 16, 2020, 18:20 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

આ શ્રમિકોમાંના જ એક દંપત્તિ જેમણે ટ્રેન અને કર્મભૂમિને પ્રણામ કરી આશીર્વાદ માગતા જોઇ કેમેરામેને જરાપણ રાહ જોયા વગર તસવીરોમાં આ સ્થિતિ કેદ કરી લીધી.

ટ્રેન અને કર્મભૂમિને વંદન કરતાં દંપત્તિ
ટ્રેન અને કર્મભૂમિને વંદન કરતાં દંપત્તિ

કોરોના સંક્રમણમે કારણે એકાએક લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હોવાથી અનેક લોકો જ્યાં હતાં ત્યાં જ રોકાઇ ગયા હતા તો કેટલાક પગપાળાં પોતાને ઘરે જવા નીકળ્યા હતા. સામાન્ય દિવસોમાં ઘણાં લોકો વતનથી દૂર જ મોટાભાગનો સમય પસાર કરી દેતા હોય છે પણ જ્યારે કોઇક કૂદરતી મુશ્કેલી કે આફત આવે ત્યારે સ્વાભાવિકપણે મનુષ્યને ઘર-પરિવાર અને વતનની યાદ આવે છે અને તે લોકો તે તરફ વળવાનો પ્રયત્ન પણ કરે છે. આ માનવસહજ સ્વભાવ છે. એવામાં કેન્દ્ર સરકારે તેમજ ગુજરાત સરકારે શ્રમિકોને તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરી. કેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા પ્રશાસને અત્યાર સુધી ઘણાં શ્રમિકોને માદરે વતન જવાની પરવાનગી આપી છે તથા તેમને વતન જવાની સુવિધા પણ કરી આપી છે. આ શ્રમિકોમાંના જ એક દંપત્તિ જેમણે ટ્રેન અને કર્મભૂમિને પ્રણામ કરી આશીર્વાદ માગતા જોઇ કેમેરામેને જરાપણ રાહ જોયા વગર તસવીરોમાં આ સ્થિતિ કેદ કરી લીધી.

તસવીરમાં તમે જોઈ શકો છે કે કેવી રીતે દંપત્તિ કર્મભૂમિ અને ટ્રેનને પ્રણામ કરી રહ્યા છે. અમદાવાદના અમરાઈવાડીમાં રબારી વસાહતના રહેવાસી મૂળ રાયૂરેલીના વતની ક્રિશ્નાવતીનું કહેવું છે કે, "અમે અહીં જ વસીએ છીએ. નાનું મોટું કામ કરીએ છીએ. અમારું વતન ભલે રાયબરેલી છે, પણ ગુજરાત જ અમારું સર્વસ્વ છે. ગુજરાતે અમને ઘણું આપ્યું છે. જો કે, આ પરિસ્થિતિ એવી છે કે ઘર યાદ આવે છે એટલે જઈએ છીએ. જિલ્લા તંત્રએ અમને વતન જવાની તમામ વ્યવસ્થાઓ કરી આપી છે. અમે તેમનાથી સંતુષ્ટ છીએ. તેમ છતાં એટલું અવશ્ય કહીશ કે, અમે ગુજરાત પાછાં ચોક્કસ આવીશું."

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK