કોરોનાની વૅક્સિનને જલદી મળશે મંજૂરી, ડ્રગ્સ કન્ટ્રોલરે આપ્યો સંકેત

Published: 1st January, 2021 10:56 IST | Agency | New Delhi

નવા વર્ષમાં કોરોના પ્રતિકારક રસી મળતાં રોગચાળાની સ્થિતિમાં વ્યાપક સુધારાની શક્યતાને પગલે આશાસ્પદ સંજોગો આવનાર હોવાનું ડ્રગ કન્ટ્રોલર ઑફ ઇન્ડિયા વી.જી. સોમાણીએ જણાવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

નવા વર્ષમાં કોરોના પ્રતિકારક રસી મળતાં રોગચાળાની સ્થિતિમાં વ્યાપક સુધારાની શક્યતાને પગલે આશાસ્પદ સંજોગો આવનાર હોવાનું ડ્રગ કન્ટ્રોલર ઑફ ઇન્ડિયા વી.જી. સોમાણીએ જણાવ્યું હતું. ગઈ કાલે એક વેબિનારમાં વી.જી. સોમાણીએ જણાવ્યું હતું કે ‘કોરોના પ્રતિકારક રસી નવા વર્ષમાં આવતાં રોગચાળાની સ્થિતિમાં ઘણો સુધારો થશે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે આપણી ઇન્ડસ્ટ્રી અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સ પડકારભર્યા વખતની કસોટીમાં સક્ષમ પુરવાર થયાં છે. રોગચાળા સામે શસ્ત્રો પ્રાપ્ત થઈ રહ્યાં હોવાથી નવું વર્ષ ખૂબ સારું નીવડશે એવી અપેક્ષા રાખી શકાય. નવા વર્ષમાં સ્વદેશી વૅક્સિનને પણ બહુ ઝડપથી મંજૂરી મળશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK