Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાજ્યમાં ફરી હેલ્મેટ ફરજિયાત, અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર લેશે : રૂપાણી

રાજ્યમાં ફરી હેલ્મેટ ફરજિયાત, અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર લેશે : રૂપાણી

08 January, 2020 11:52 AM IST | Gandhinagar

રાજ્યમાં ફરી હેલ્મેટ ફરજિયાત, અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર લેશે : રૂપાણી

વિજય રૂપાણી

વિજય રૂપાણી


રાજ્ય સરકાર હેલ્મેટ મામલે હજી સુધી નક્કર નિર્ણય કરી શકી નથી. પહેલાં કેન્દ્ર સરકારે ઘડેલો મોટર વેહિકલ ઍક્ટ હળવા દંડ સાથે લાગુ કર્યો હતો. જોકે થોડા દિવસ બાદ શહેરી અને અર્ધશહેરી વિસ્તારોમાં હેલ્મેટ મરજિયાત કરી હતી. પરંતુ તેના થોડા દિવસ બાદ આ અંગે ખુલાસો કરતાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે આ કાયદો થોડા સમય માટે જ મોકૂફ રાખવામાં આવ્યો છે, પણ કાયદો કાઢી નાખવામાં આવ્યો નથી. આ મામલે રાજ્યના પરિવહન મંત્રી આર. સી. ફળદુએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવાનું રહેશે. આ અંગે અમે કેન્દ્ર સરકારને રાજ્યના શહેરી વિસ્તારોમાં હેલ્મેટમાંથી મુક્તિ આપવા માટે પત્ર લખ્યો છે. આ મામલે હવે કેન્દ્ર સરકાર જે નિર્ણય લેશે એ અંતિમ ગણાશે.


Whatsapp-channel Whatsapp-channel

08 January, 2020 11:52 AM IST | Gandhinagar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK