Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કેન્દ્ર સરકારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ૫૬ અબજ રૂપિયા ફાળવ્યા

કેન્દ્ર સરકારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ૫૬ અબજ રૂપિયા ફાળવ્યા

07 February, 2020 08:20 AM IST | Mumbai Desk

કેન્દ્ર સરકારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ૫૬ અબજ રૂપિયા ફાળવ્યા

કેન્દ્ર સરકારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ૫૬ અબજ રૂપિયા ફાળવ્યા


મહારાષ્ટ્ર સરકારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ખર્ચ અને વાજબીપણા સામે પ્રશ્નો ઊભા કર્યા છે. પરંતુ કેન્દ્ર સરકારે એ પ્રોજેક્ટ માટે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં ૫૬ અબજ રૂપિયા ફાળવ્યા છે અને એમાં મહારાષ્ટ્ર સરકારે પણ ફાળો આપવાનો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈને અમદાવાદ સાથે જોડીને વર્ષ ૨૦૨૨માં આઝાદીની ૭૫મી વરસગાંઠ ઊજવવાના ઇરાદે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉક્ત યોજના શરૂ કરી હતી. યોજના માટે જપાન તરફથી ૧.૧૦ લાખ કરોડની સૉફ્ટ લોનનું કમિટમેન્ટ મળ્યું છે.

નૅશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશનના નેજા હેઠળ હાથ ધરવાની જપાનની બુલેટ ટ્રેનની પ્રતિકૃતિ સમાન ૫૦૦ કિલોમીટરની રેલવે યોજના માટે ૫૬ અબજ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના ૫૬ અબજ રૂપિયાના ફાળા ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાતની રાજ્ય સરકારો પણ પ્રદાન કરશે. પ્રોજેક્ટમાં એક્સ્ટ્રા બજેટરી રિસોર્સિસના રૂપમાં બે રાજ્યોની ચોથા ભાગની ઇક્વિટી છે. બે રાજ્યો એક્સ્ટ્રા બજેટરી રિસોર્સિસ રૂપે ૧૦ અબજ રૂપિયા ફાળવી ચૂક્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2020 08:20 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK