કૅબિનેટ મંત્રીએ કહ્યું, આ સાચું નથી

Published: Apr 10, 2020, 14:43 IST | Mumbai Desk

કેટલાક લોકો સંક્રમણ ફેલાવવા પાછળ 5G કનેક્ટિવિટીને જવાબદાર ઠેરવી રહ્યા છે. કેટલાક લોકો મોબાઇલ એન્જિનિયરને ધમકી આપી રહ્યા છે અને 5G ટાવર સળગાવી રહ્યા છે.

બ્રિટનમાં કોરોના સંક્રમણ રોકવામાં લાગેલા અધિકારીઓએ એક નવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક લોકો સંક્રમણ ફેલાવવા પાછળ 5G કનેક્ટિવિટીને જવાબદાર ઠેરવી રહ્યા છે. કેટલાક લોકો મોબાઇલ એન્જિનિયરને ધમકી આપી રહ્યા છે અને 5G ટાવર સળગાવી રહ્યા છે. બીજી તરફ જાણકારોનું કહેવું છે કે આ ટેક્નિકને સંક્રમણ સાથે કોઈ સંબંધ નથી. આ સિવાય એવો કોઈ વૈજ્ઞાનિક આધાર પણ નથી. કૅબિનેટ મંત્રી માઇકલ ગોવોએ આ વાતનું ખંડન કર્યું છે. તેમણે આ બાબતને મૂર્ખતા સાથે સરખાવી છે.

તેમણે આ બાબતને વધુમાં ખતરનાક હોવાનું પણ કહ્યું છે. મોબાઇલ કનેક્ટિવિટીની મહત્ત્વની સુવિધાને નુકસાન પહોંચાડવાના પગલે હવે અહીં કમ્યુનિકેશન નેટવર્ક પર ખતરો સર્જાયો છે. સોશ્યલ મીડિયા પર કોરોનાને 5G સાથે જોડાવાનું ષડ્યંત્ર હોવાની પોસ્ટ પણ ઘણી છે. કેટલાક કોરોના-નિષ્ણાતો આ સંદર્ભે તેમના લેખ દ્વારા તર્ક પણ આપી રહ્યા છે. એને જોતાં હવે આ મામલામાં ગૂગલ કંપનીએ દખલ કરવાનો નિર્ણય લીધો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK