આ ભાઈ તો બાથટબમાં જ સૂઈ ગયા, આખરે ફીણના ગોટેગોટા વચ્ચે ઊઠ્યા

Published: 8th January, 2021 08:30 IST | Mumbai correspondents | Mumbai

વિડિયોમાં જોવા મળતો માણસ એકદમ તંદ્રાવસ્થામાં બાથટબમાં નાહવા પડે છે. થોડા સમય પછી પાછળથી એક મહિલાનો અવાજ આવે છે અને બાથટબમાં બેઠેલી વ્યક્તિ અચાનક જાગી જતાં પોતાની આસપાસ ફીણના પરપોટા જુએ છે.

આ ભાઈ તો બાથટબમાં જ સૂઈ ગયા, આખરે ફીણના ગોટેગોટા વચ્ચે ઊઠ્યા
આ ભાઈ તો બાથટબમાં જ સૂઈ ગયા, આખરે ફીણના ગોટેગોટા વચ્ચે ઊઠ્યા

એક કહેવત છે ‘ભૂખ ન જુએ વાસી ભાત, ઊંઘ ન જુએ તૂટી ખાટ’. મતલબ કે ઊંઘ સ્થળ અને સમય જોઈને નથી આવતી. લોકો ટ્રેનમાં સૂઈ જાય તો કેટલાક વાહન ચલાવતાં-ચલાવતાં પણ સૂઈ જાય.
જોકે અહીં એક એવા ભાઈની વાત કરવાની છે જેને નાહવાના ટબમાં ઊંઘ આવી ગઈ હતી અને જ્યારે ઊંઘ ઊડી ત્યારે આખું બાથટબ સાબુના ફીણથી ઊભરાઈ રહ્યું હતું. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.
વિડિયોમાં જોવા મળતો માણસ એકદમ તંદ્રાવસ્થામાં બાથટબમાં નાહવા પડે છે. થોડા સમય પછી પાછળથી એક મહિલાનો અવાજ આવે છે અને બાથટબમાં બેઠેલી વ્યક્તિ અચાનક જાગી જતાં પોતાની આસપાસ ફીણના પરપોટા જુએ છે. પાછળ ઊભેલી મહિલા તેને ઠપકો આપે છે કે આ પ્રકારે બેધ્યાન રહેવાથી તારું મૃત્યુ થઈ ગયું હોત. જોકે નેટિઝન્સ તેના બચી જવાને કારણે ખુશખુશાલ છે. ટિકટૉક પર આ વિડિયો તેનાં બાળકોએ પોસ્ટ કર્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK