Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પોતાને આગથી બચાવનાર વ્યક્તિના પગ રીંછે પકડી લીધા

પોતાને આગથી બચાવનાર વ્યક્તિના પગ રીંછે પકડી લીધા

06 January, 2020 05:12 PM IST | Mumbai Desk

પોતાને આગથી બચાવનાર વ્યક્તિના પગ રીંછે પકડી લીધા

પોતાને આગથી બચાવનાર વ્યક્તિના પગ રીંછે પકડી લીધા


કેટલીક ઘટનાઓ જોઈને વિચાર આવે કે જંગલી પ્રાણીઓ પણ લાગણીની ભાષા બખૂબી સમજી શકે છે. સોશ્યલ મીડિયા પર એક ખૂબ જ હૃદયસ્પર્શી વિડિયો વાઇરલ થયો છે. જંગલમાં લાગેલી આગમાંથી એક શખસ રીંછના બચ્ચાનો જીવ બચાવે છે. રીંછનું આ બચ્ચું પછી એ શખસને પોતાનાથી દૂર જવા નથી દેતું અને તેના પગ પકડી લે છે. જીવનદાન આપનાર પ્રત્યે પ્રાણીઓ પણ લાગણી વ્યક્ત કરતાં હોય છે એ દર્શાવતો આ વિડિયો લોકોનને ખૂબ ગમી રહ્યો છે. જુલી કૅપિયેલોએ ટ્વિટર પર શૅર કરેલા આ વિડિયોને અત્યાર સુધીમાં ૬૮,૦૦૦ કરતાં વધુ વાર જોવામાં આવ્યો છે અને એને પાંચ હજાર કરતાં વધુ લાઇક્સ મળી છે. 

જંગલમાં લાગેલી આગમાંથી રીંછના બચ્ચાને બચાવનાર શખસ જ્યારે જાય છે ત્યારે રીંછના બચ્ચાએ તેને જવા ન દેવા માટે પગ પકડી લીધા અને ઊછળીને તેનો હાથ પકડી લીધો. રીંછના બચ્ચાની લાગણી સમજીને તેને બચાવનારો શખસ પછી તેની સાથે થોડો સમય રહ્યો અને રમ્યો પણ ખરો.


Whatsapp-channel Whatsapp-channel

06 January, 2020 05:12 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK