આ બૅટમૅન મેક્સિકોમાં લોકોને ઘરમાં જ સુરક્ષિત રહેવાનો સંદેશ આપે છે

Published: Apr 10, 2020, 13:09 IST | Mumbai Desk

આ ફેલાવો અટકાવવા માટે દુનિયાભરમાં લૉકડાઉન છે અને લોકોને ઘરમાં ભરાઈ રહેવાનું કહેવાયું છે છતાં વારંવાર લોકોને એ સમજાવવું પડે છે કે તેમણે કેમ ઘરમાં ભરાઈ રહેવાની જરૂર છે.

કહેવાય છે કે કોરોનાનું ઉદ્ભવસ્થાન બૅટ એટલે કે ચામાચીડિયું છે. હવે એ વાઇરસનો કેર માણસથી માણસ દ્વારા ફેલાય છે. આ ફેલાવો અટકાવવા માટે દુનિયાભરમાં લૉકડાઉન છે અને લોકોને ઘરમાં ભરાઈ રહેવાનું કહેવાયું છે છતાં વારંવાર લોકોને એ સમજાવવું પડે છે કે તેમણે કેમ ઘરમાં ભરાઈ રહેવાની જરૂર છે. કોઈક પ્રેરણા આપે છે તો કોઈક ડરાવીને ઘરમાં રહેવાની સલાહ આપે છે. આજકાલ મેક્સિકો દેશના મૉન્ટેરી શહેરમાં એક રહસ્યમય બૅટમૅન લોકોને કોરોના વાઇરસથી બચવા માટે ઘરમાં રહેવાની શિસ્ત પાળવાનો સંદેશ આપે છે. રોજ મૉન્ટેરી શહેરમાં સુપરહીરો બૅટમૅનનો કૉસ્ચ્યુમ પહેરીને બૅટમોબાઇલ કારનું કસ્ટમ વર્ઝન ડ્રાઇવ કરતો રસ્તા પર આવતો બૅટમૅન સૌને કોરોના રોગચાળાની બીમારીથી બચવાનો સંદેશ આપે છે. તે પોતાના વાહન બૅટમોબાઇલમાંથી પ્રિ-રેકૉર્ડેડ મેસેજ પણ મોટા અવાજે સ્પીકરમાં વગાડીને લોકોને સોશ્યલ ડિસ્ટન્સિંગનું મહત્ત્વ સમજાવવાનું કામ કરે છે. મેક્સિકોનો એક નાગરિક અનોખી વેશભૂષામાં સમાજસેવા કરી રહ્યો છે. જોકે તેને સ્થાનિક પોલીસ પણ કાંઈ કહેતી નથી. બૅટમૅન કેટલીક ટીવી ન્યુઝ ચૅનલ અને ન્યુઝપેપર્સને ઇન્ટરવ્યુ પણ આપી ચૂક્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK