Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હી પછી દેશભરમાં ઉબરની કૅબ-સર્વિસ પર પ્રતિબંધ મુકાશે?

દિલ્હી પછી દેશભરમાં ઉબરની કૅબ-સર્વિસ પર પ્રતિબંધ મુકાશે?

09 December, 2014 05:18 AM IST |

દિલ્હી પછી દેશભરમાં ઉબરની કૅબ-સર્વિસ પર પ્રતિબંધ મુકાશે?

દિલ્હી પછી દેશભરમાં ઉબરની કૅબ-સર્વિસ પર પ્રતિબંધ મુકાશે?






દેશનાં જે દસ શહેરોમાં ઉબરની કૅબ-સર્વિસ ચાલે છે એ રાજ્યોને આ કંપનીની કામગીરી પર પ્રતિબંધનો આદેશ આપવા કેન્દ્રીય ગૃહમંત્રાલય આયોજન કરી રહ્યું છે, એવું સત્તાવાર સૂત્રોએ ગઈ કાલે જણાવ્યું હતું. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વેબ ઍપ્લિકેશન આધારિત અન્ય ટેક્સી- સર્વિસ નિયમોના ઉલ્લંઘનમાં ચાલે છે કે તે પણ કેન્દ્ર સરકાર જાણવા માગે છે એટલે આ બાબત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પૂછવામાં આવશે.

રાજનાથ સિંહ નિવેદન કરશે

કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ આ વિશે આજે રાજ્યસભામાં નિવેદન કરશે, એવું માનવામાં આવે છે. વેબ ઍપ્લિકેશન આધારિત કૅબ-સર્વિસના નિયમન માટે લેવામાં આવનારાં પગલાંની જાહેરાત પણ રાજનાથ સિંહ કરી શકે છે. દિલ્હી સરકારે ખાનગી કૅબ સર્વિસ ઉબરની તમામ કામગીરી પર ગઈ કાલથી તત્કાળ અમલમાં આવે એ રીતે પ્રતિબંધ મૂક્યો હતો અને રાષ્ટ્રીય રાજધાનીમાં કોઈ પણ પ્રકારની પરિવહન સર્વિસ આપવા માટે એ કંપનીને બ્લૅકલિસ્ટ કરી હતી. ઉબરની એક ટૅક્સીના ડ્રાઇવરની ધરપકડ એણે ટૅક્સીમાં ૨૭ વર્ષની એક યુવતી પર બળાત્કાર કર્યો એટલે મથુરામાંથી કરવામાં આવી હતી. એ ઘટનાના એક દિવસ પછી દિલ્હી સરકારે ઉબર કૅબ સર્વિસ પર પ્રતિબંધ મૂક્યો છે, જે ટૅક્સીમાં એ ઘટના બની હતી એ ટૅક્સી (DL૧ YD ૭૯૧૦)નું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે અને આરોપીનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ રદ કરવામાં આવ્યું છે. પરિવહન વિભાગના જણાવ્યા અનુસાર પરમિટધારકના ચારિhય તથા ભૂતકાળના યોગ્ય વેરિફિકેશન પછી ૨૮ મે, ૨૦૧૪ના રોજ ટૅક્સીની પરમિટ આપવામાં આવી હતી.

ડ્રાઇવર પોલીસ-કસ્ટડીમાં

મહિલા એક્ઝિક્યુટિવ પર બળાત્કાર કરવાના કેસમાં પકડાયેલા ઉબરના ડ્રાઇવરને દિલ્હીની એક અદાલતે ગઈ કાલે ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. શિવકુમાર યાદવ નામના ડ્રાઇવરે આ ગુનો કરતી વેળા જે મોબાઇલ ફોનનો ઉપયોગ કર્યો હતો એ જપ્ત કરવાનો બાકી હોવાથી અને એની પૂછપરછ માટે પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ માગ્યા હતા. શિવકુમાર યાદવે ટેસ્ટ આઇડેન્ટિફિકેશન પરેડની પ્રક્રિયામાં સામેલ થવાનો ઇનકાર કર્યો હતો. 

ટૅક્સીચાલકને અગાઉ પણ કારાવાસની સજા થઈ હતી

શુક્રવારે રાતે એક મહિલા-એક્ઝિક્યુટિવ પર પોતાની ટૅક્સીમાં બળાત્કાર કરી ચૂકેલા ઉબરના ૩૨ વર્ષના ડ્રાઇવરને અગાઉ પણ રેપના કિસ્સામાં કારાવાસની સજા થઈ હતી. રવિવારે મથુરામાંથી પકડી પાડવામાં આવેલા ટૅક્સીચાલક શિવકુમાર યાદવે પોલીસ- પૂછપરછમાં એ વાત જણાવી હતી. દક્ષિણ દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં ૨૦૧૧માં શિવકુમાર યાદવ સામે રેપનો કેસ ફાઇલ કરવામાં આવ્યો હતો અને એમાં તેને સાત માસના કારાવાસની સજા કરવામાં આવી હતી. ખુદને કારાવાસમાંથી મુક્ત કરવામાં આવ્યો હોવાના શિવકુમાર યાદવના દાવાની ચકાસણી પોલીસ કરી રહી છે. ઉબર કંપનીએ શિવકુમાર યાદવનું બૅકગ્રાઉન્ડ ચેક અને પોલીસ-વેરિફિકેશન કર્યા વિના એને નોકરીએ રાખ્યો હોવાની વાત પણ તપાસમાં બહાર આવી છે.

દિલ્હીમાં દર બે મિનિટે એક મહિલાનું અપહરણ

દિલ્હીની પોલીસના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય રાજધાનીના પ્રદેશમાં સરેરાશ દર બે મિનિટે એક મહિલાનું અપહરણ કરવામાં આવે છે અને પોલીસ સરેરાશ દર ચોથા કલાકે રેપનો એક કેસ નોંધે છે. દિલ્હીની પોલીસે ૧૫ નવેમ્બર સુધીમાં રેપના કુલ ૧૬૮૬ કેસિસ નોંધ્યા હતા; જ્યારે એ સમયગાળામાં અપહરણના કુલ ૩૫૮૯ કેસિસ નોંધાયા હતા. એ આંકડામાં સગીર વયની કન્યાઓના અપહરણનો પણ સમાવેશ થાય છે. આઉટર, નૉર્થઈસ્ટ અને ઈસ્ટ દિલ્હીમાં અપહરણની મોટા ભાગની ઘટનાઓ બને છે. માનવતસ્કરીના ધંધા સાથે સંકળાયેલા લોકો સગીર વયની છોકરીઓનું અપહરણ કરતા હોય છે. દિલ્હીમાં મહિલાઓ સામેના ગુનાના ૪૦ કેસ રોજ નોંધાય છે. આ વર્ષે અત્યાર સુધીમાં દિલ્હીમાં મહિલાઓ પરના અત્યાચારના કુલ ૧૩,૨૩૦ કેસ નોંધાયા છે. ગયા વર્ષે એ પ્રમાણ ૧૧,૪૯૬ કેસિસનું હતું.


Whatsapp-channel Whatsapp-channel

09 December, 2014 05:18 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK