ટ્રેડમિલ પર ચાલતા-ચાલતા પુલવામાના શહીદોના પોર્ટ્રેટ બનાવ્યા આ કલાકારે

મુંબઈ | Sep 28, 2019, 13:36 IST

હર્ષ આવતા વર્ષે લંડનમાં થનારી એક સ્પર્ધામાં ભાગ લેવાનો છે જ્યાં તે અમેરિકાના ૪૫ પ્રેસિડન્ટ્સના ચહેરાઓ પેઇન્ટ કરશે.

પુલવામાના શહીદોના પોર્ટ્રેટ બનાવ્યા આ કલાકારે
પુલવામાના શહીદોના પોર્ટ્રેટ બનાવ્યા આ કલાકારે

કળા એ સાધનાનો વિષય છે અને એ માટે ખૂબ એકાગ્રતા અને સ્થિરતાની જરૂર પડે. જોકે તેલંગણના કલાકાર હર્ષ માટે પેઇન્ટિંગ એ હાલતાં-ચાલતાં કરવાનું કામ છે. બહુ અનુભવી એવા હર્ષે ૨૦૧૨ની સાલમાં ૨૪ કલાકમાં ૫૦૭ પોર્ટ્રેટ્સ બનાવવાનો ઇન્ડિયન બુક ઑફ રેકૉર્ડ્સ પોતાના નામે કર્યો હતો. હર્ષ આવતા વર્ષે લંડનમાં થનારી એક સ્પર્ધામાં ભાગ લેવાનો છે જ્યાં તે અમેરિકાના ૪૫ પ્રેસિડન્ટ્સના ચહેરાઓ પેઇન્ટ કરશે. તાજેતરમાં તેમણે પુલવામામાં શહીદ થયેલા જવાનોની ખાસ તસવીરો બનાવી છે જેમાં તેમણે ટ્રેડમિલ પર ચાલતાં-ચાલતાં આ કામ પાર પાડ્યું છે અને એ માટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પણ તેનું નામ નોંધાયું છે. આ ઘટના માટે હર્ષ ખૂબ ખુશ છે. ચિત્રકળા પરની હથોટી માટે હર્ષને દુબઈ નૅશનલ ડે નિમિત્તે ખાસ આમંત્રણ પણ મળ્યું હતું. હવે આ કલાકારની એક જ ઇચ્છા છે કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પોર્ટ્રેટ માત્ર એક જ મિનિટમાં બનાવે અને એ ઘટના વખતે મોદીસાહેબ પોતે હાજર હોય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK