અમેરિકાના અંતરીક્ષ યાનને આપવામાં આવ્યું સ્વર્ગસ્થ કલ્પના ચાવલાનું નામ

Published: Sep 11, 2020, 13:11 IST | Agencies | Mumbai

કલ્પના ચાવલા અવકાશમાં પ્રવેશ કરનારા પ્રથમ ભારતીય મહિલા હતાં, જેમણે તેના અંતરીક્ષકાળમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.

કલ્પના ચાવલા (ફાઇલ ફોટો)
કલ્પના ચાવલા (ફાઇલ ફોટો)

આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશન માટે બંધાયેલા અમેરિકન કમર્શિયલ કાર્ગો અવકાશયાનને નાસા અંતરીક્ષયાત્રી કલ્પના ચાવલાનું નામ આપવામાં આવ્યું છે. કલ્પના ચાવલા અવકાશમાં પ્રવેશ કરનારા પ્રથમ ભારતીય મહિલા હતાં, જેમણે તેના અંતરીક્ષકાળમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.
અમેરિકન વૈશ્વિક ઍરોસ્પેસ અને સંરક્ષણ તક્નિક કંપની નોર્થ્રોપ ગ્રુમનએ જાહેરાત કરી હતી કે ૨૦૦૩માં અંતરીક્ષમાં ગયેલા તેના સ્પેસ શટલ કોલમ્બિયામાં પોતાના છ સાથીઓ સાથે મૃત્યુ પામેલાં મિશન નિષ્ણાત કલ્પના ચાવલાની યાદમાં તેમની આગામી સિગ્નસ કૅપ્સ્યુલનું નામ ‘એસ. એસ. કલ્પના ચાવલા’ રાખવામાં આવશે.
કંપનીએ બુધવારે ટ્વીટ કર્યું હતું કે ‘નાસામાં ભારતીય વંશની પ્રથમ મહિલા અંતરીક્ષયાત્રી તરીકે ઇતિહાસ સર્જનારી કલ્પના ચાવલાનું આજે આપણે સન્માન કરીએ છીએ. માનવ અવકાશયાત્રામાં તેમના યોગદાનની કાયમી અસર પડી છે.’
કંપનીએ પોતાની વેબસાઇટ પર જણાવ્યું હતું કે ‘માનવ અવકાશયાત્રામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર વ્યક્તિના નામ પરથી દરેક સિગ્નસનું નામ રાખવાની કંપનીની પરંપરા છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK