કૃષિ કાયદા પરની મડાગાંઠના ઉકેલ માટે પ્રારંભિક વાટાઘાટો કરવાની કેન્દ્ર સરકારની ઑફરને ૩૦ ખેડૂતોના સંયુક્ત ફોરમે નકારી કાઢી હતી. આ ખેડૂત સંઘટનોએ કહ્યું હતું કે વિરોધકર્તા ખેડૂતો કોઈ પણ પૂર્વશરત વિના જ સરકાર સાથે વાટાઘાટ કરશે.
આ સંયુક્ત ફોરમે કહ્યું હતું કે ખેડૂતોએ દિલ્હી તરફ જતા રસ્તાઓ પર અનિશ્ચિત મુદતનાં ધરણાં કરવા શરૂ કર્યાં હોવાથી સેંકડો ખેડૂતો માટે ધરણાના સ્થળની કોઈ સમસ્યા નથી.
અગાઉ શનિવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ખેડૂતોને અપીલ કરતાં કહ્યું હતું કે તેમની સરકાર વાટાઘાટ માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે વિરોધકર્તા ખેડૂતોને હું અપીલ કરું છું કે કેન્દ્ર સરકાર તેમની સાથે વાટાઘાટ કરવા તૈયાર છે. કૃષિ ખાતાના પ્રધાને તેમને ત્રીજી ડિસેમ્બરે ચર્ચા માટે આમંત્રિત કર્યા છે. સરકાર ખેડૂતોની દરેક સમસ્યા અને માગણી પર વિચાર કરવા તૈયાર છે.
પંજાબ અને હરિયાણાના સેંકડો ખેડૂતો છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી ફાર્મ લૉના વિરોધમાં રસ્તાઓ અને હાઇવે પર ઊતરી આવ્યા છે. તેમનું કહેવું છે કે આ નવો ફાર્મ લૉ અમલમાં મુકાવા સાથે તેમની આવકમાં ઘટાડો થશે અને કૉર્પોરેશનની સત્તામાં વધારો થશે.
શુક્રવારે બપોરે દિલ્હી પોલીસ અને ખેડૂતો વચ્ચે થયેલા ઘર્ષણને પગલે ટિયર ગૅસના ગોળા, લાઠી ચાર્જ અને પાણીના મારાનો ઉપયોગ કર્યા બાદ પોલીસે વિરોધકર્તા ખેડૂતોને બુરારી ગ્રાઉન્ડ તરફ આગળ વધવાની મંજૂરી આપી હતી.
સેન્સેક્સ નવા વિક્રમ ઉંચાઈએ થયું બંધ, IT,Auto કંપનીના શૅરોમાં તેજી
20th January, 2021 15:48 ISTઍલર્જી હોય તો વૅક્સિન લેવાનું ટાળો
20th January, 2021 14:21 ISTભારત કોરોનાની એક કરોડ રસીના ડૉઝ દાનમાં આપશે
20th January, 2021 14:18 ISTCoronavirus: દેશમાં છેલ્લા 24 કલાકમાં 13,823 નવા કેસ નોંધાયા, રિકવરી રેટમાં વધારો
20th January, 2021 13:49 IST