૭૦ વર્ષના કાકા પોકેમોન રમવા એકસાથે ૬૪ ફોન લઈને નીકળી પડ્યા

Published: Jun 28, 2020, 08:04 IST | Mumbai correspondent | Mumbai

ચેન નામે ઓળખાતા ૭૦ વર્ષના એ ભાઈ બાઇસિકલ પર અનેક મોબાઇલ ફોન બાંધીને રસ્તેથી પસાર થતા હોય એવો ફોટો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર જબરો વાઇરલ થયો એ પછી તાઇવાનની એક ગેમિંગ સાઇટના પ્રતિનિધિઓએ ચેનનો સંપર્ક સાધ્યો હતો.

૭૦ વર્ષના કાકા પોકેમોન રમવા એકસાથે ૬૪ ફોન લઈને નીકળી પડ્યા
૭૦ વર્ષના કાકા પોકેમોન રમવા એકસાથે ૬૪ ફોન લઈને નીકળી પડ્યા

થોડા મહિના પહેલાં પોકેમોન ગો નામની ગેમમાં અનેક પોકેમોન પકડવા માટે પોતાની બાઇસિકલ પર ડઝન મોબાઇલ ફોન બાંધીને રસ્તે નીકળનારા તાઇવાનના સિનિયર સિટિઝનનું સાહસ વધતું જ જઈ રહ્યું છે. હવે આ કાકા ૬૪ મોબાઇલ ફોન બાઇસિકલ પર બાંધીને નીકળે છે અને એ પણ પોકેમોન રમવા. ચેન નામે ઓળખાતા ૭૦ વર્ષના એ ભાઈ બાઇસિકલ પર અનેક મોબાઇલ ફોન બાંધીને રસ્તેથી પસાર થતા હોય એવો ફોટો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર જબરો વાઇરલ થયો એ પછી તાઇવાનની એક ગેમિંગ સાઇટના પ્રતિનિધિઓએ ચેનનો સંપર્ક સાધ્યો હતો. ચેને તેમને કહ્યું કે મારી પાસે પોકેમોન ગો ગેમનાં અનેક અકાઉન્ટ્સ એકસાથે ઑપરેટ કરવાનું સેટઅપ છે. હકીકતમાં ચેનને પોકેમોન ગો ગેમનો ચસકો તેના પૌત્રએ લગાડ્યો હતો. જોકે એ પછી તેમને ગેમનું એવું વ્યસન લાગ્યું છે કે હવે તેઓ એક-બે ડઝન નહીં, પાંચ ડઝનથી પણ વધુ સ્માર્ટફોન પર એકસાથે આ ગેમ રમવા માંડ્યા છે. જેમ-જેમ તેમનું એ વ્યસન વધતું ગયું તેમ તેઓ બાઇસિકલ પર વધારે ફોન બાંધતા ગયા. ચેન જ્યારે ૯ સ્માર્ટફોન બાઇસિકલ સાથે બાંધતા ત્યારે લોકોને એનું કુતૂહલ થતું હતું. ત્યાર પછી એ સંખ્ય ૧૧ પર પહોંચી. ડઝન ફોન બાંધીને પોકેમોનને શોધતા હતા ત્યારે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર આકર્ષણરૂપ ન્યુઝ બન્યા હતા. હવે તેઓ ૬૪ ફોન સુધી પહોંચ્યા છે. મોટા ભાગના ફોન તેમના લેટેસ્ટ સ્પૉન્સર ASUS તરફથી આપવામાં આવ્યા છે. ચેનની બાઇસિકલનો આગળનો ભાગ ડિજિટલ વૉલ જેવો બની ગયો છે. મોબાઇલ ફોનના વજન અને ગોઠવણને ધ્યાનમાં રાખતાં લોકોએ બૅલૅન્સ જાળવવા માટે હવે ટ્રાઇસિકલનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK