સ્વિઝરલેન્ડના વૈજ્ઞાનિક મેયર મિશેલ અને ક્વોલોજને નોબલ પુરસ્કાર મળ્યો

Published: Oct 08, 2019, 20:05 IST | Mumbai

સ્વીડનમાં નોબલ પુરસ્કાર 2019 માટે જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં વર્ષ 2019 માટે ભૌતિક ક્ષેત્રે સ્વિઝરલેન્ડના વૈજ્ઞાનિક મેયર મિશેલ, કેનેડિયન અમેરિકન ભૌતિકવિદ જેમ્સ પીબલ્સ અને દિદિઅર ક્વોલોજને આપવામાં આવ્યો છે.

નોબેલ પુરસ્કાર 2019 વિજેતા
નોબેલ પુરસ્કાર 2019 વિજેતા

Mumbai : સ્વીડનમાં નોબલ પુરસ્કાર 2019 માટે જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં વર્ષ 2019 માટે ભૌતિક ક્ષેત્રે સ્વિઝરલેન્ડના વૈજ્ઞાનિક મેયર મિશેલ, કેનેડિયન અમેરિકન ભૌતિકવિદ જેમ્સ પીબલ્સ અને દિદિઅર ક્વોલોજને આપવામાં આવ્યો છે. જેમ્સ પીબલ્સને બહ્માંડ વિજ્ઞાનમાં સિદ્ધાંતિક શોધ માટે અને મિશલ મેયર, દિદિઅર ક્વોલોજને સંયુકત રૂપથી સૌર મંડલની બહાર એક ગ્રહ(એક્ઝોપ્લેનટ)ની શોધ માટે એવોર્ડ આપવામાં આવ્યો છે.


સ્વીડનમાં નોબલ પુરસ્કાર 2019ની જાહેરાત શરૂ થઇ
સ્વીડનમાં ગુરુવારે રસાયણ શાસ્ત્રનું નોબલ આપવામાં આવશે. 14 ઓક્ટોબર સુધીમાં કુલ 6 ક્ષેત્રોમાં નોબલ પુરસ્કાર વિજેતાઓની જાહેરાત થશે. સોમવારે મેડિકલના નોબાલ પુરસ્કાર અમેરિકાના વિલિયમ જી.કેલિન જૂનિયર અને ગ્રેગ એલ સેમેન્જા, બ્રિટનના સર પીટર જે.રેટક્લિફને આપવામાં આવ્યો. અહીં સ્વીડિશ એકેડેમી 2018 અને 2019 બંને વર્ષો માટે સાહિત્ય નોબલ પુરસ્કારોની જાહેરાત કરશે. ગત વર્ષે વધેલા યૌન ઉત્પીડનના મામલાઓના કારણે 2018ના સાહિત્ય નોબેલની જાહેરાત એકેડેમીએ મૂલત્વી રાખી હતી.

ગ્રેટ થન્બર્ગ શાંતિ નોબલ પુરસ્કાર માટે પ્રબળ દાવેદાર
મહત્વનું છે કે આ વર્ષે તમામની નજર શાંતિ પુરસ્કાર કોને મળશે તેના પર રહેશે. આ વર્ષે શાંતિ પુરસ્કાર માટે નોર્વેજિયન નોબેલ સમિતિને 301 નોમિનેશન મળ્યા હતા, જે 1901માં પ્રથમ પુરસ્કાર આપવામાં આવ્યા બાદ સૌથી મોટી સંખ્યા છે. આ વખતે 16 વર્ષીય સ્વીડિશ ક્લામેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થન્બર્ગને આ પુરસ્કાર માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યાં છે. તેમણે ક્લામેટને બચાવવા માટે એક વૈશ્વિક આંદોલનને પ્રેરિત કર્યું હતું. જો તેમને નોબાલ આપવામાં આવે છે તો તે નોબલ પુરસ્કાર મેળવનાર સૌથી ઓછી ઉંમરના વિજેતા હશે. અગાઉ, તાજેતરમાં જ તેમને વૈકલ્પિક નોબલ પુરસ્કાર પણ પ્રદાન કરવામાં આવ્યો હતો.

આ પણ જુઓ : Ahmedabad : પ્લાસ્ટિક વપરાશ બંધ કરવા યોજાયેલી રેલીમાં બાળકો અને મહિલાઓ જોડાયા

નોબલ પુરસ્કારમાં શું મળે છે ?
નોબલ પુરસ્કારમાં દરેક વિજેતાઓને લગભગ સાડા ચાર કરોડ રૂપિયાની રકમ આપવામાં આવે છે. તેની સાથે જ 23 કેરેટ સોનાથી બનેલું 200 ગ્રામનું પદક અને પ્રશંસા પત્ર પણ આપવામાં આવે છે. પદકની એક તરફ નોબેલ પુરસ્કારના જનક અલ્ફ્રેડ નોબલનો ફોટો, તેમના જન્મ તથા મૃત્યુની તારીખ લખેલી હોય છે. પદકની બીજી તરફ યૂનાની દેવી આઈસિસનું ચિત્ર, રોયલ એકેડેમી ઓફ સાયન્સ સ્ટોકહોમ તથા પુરસ્કાર મેળવનાર વ્યક્તિની માહિતી હોય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK