૧૧ વર્ષના દિવ્યાંગ છોકરાએ ૩૦ મિનિટમાં નદી તરીને પાર કરી

Published: Feb 20, 2020, 10:17 IST | Mumbai Desk

૨૦૧૫માં વેલ્લાસેરિલના અન્ય દિવ્યાંગ શિષ્ય નવનીતે પેરિયાર નદીના ઉપરોક્ત બે કાંઠા વચ્ચે સ્વિમિંગ કર્યું હતું. ટ્રેઇનર સાજી વેલ્લાસેરિલે ૧૦ વર્ષમાં ત્રણ હજારથી વધારે લોકોને સ્વિમિંગ શીખવ્યું હતું.

કેરળના કોચીના છઠ્ઠા ધોરણના દિવ્યાંગ વિદ્યાર્થી આર. મનોજકુમારે ગયા મંગળવારે પેરિયાર નદીના એક કાંઠેથી સામે કાંઠે પહોંચવા માટે ૩૦ મિનિટમાં ૬૦૦ મીટર પાર કરવાનું સાહસ ખેડ્યું હતું. ટ્રેઇનર સાજી વેલ્લાસેરિલના માર્ગદર્શનમાં અદ્વૈત આશ્રમથી અલુવા મણ્ણપુરમ સુધીનું અંતર પાર કરીને શારીરિક નબળાઈને માનસિક ભ્રમ સિદ્ધ કર્યો હતો. અગાઉ ૨૦૧૫માં વેલ્લાસેરિલના અન્ય દિવ્યાંગ શિષ્ય નવનીતે પેરિયાર નદીના ઉપરોક્ત બે કાંઠા વચ્ચે સ્વિમિંગ કર્યું હતું. ટ્રેઇનર સાજી વેલ્લાસેરિલે ૧૦ વર્ષમાં ત્રણ હજારથી વધારે લોકોને સ્વિમિંગ શીખવ્યું હતું. મંગળવારે સવારે અદ્વૈત આશ્રમના વડા સ્વામી શિવસ્વરૂપાનંદજીના આશીર્વાદ લીધા બાદ ૮.૧૦ વાગ્યે અન્ય સ્પર્ધકોની સાથે આર. મનોજકુમારે તરવાનું શરૂ કર્યું હતું અને ૮.૪૦ વાગ્યે ૬૦૦ મીટર પાર કરીને સામે કાંઠે પહોંચ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK