૧૦૦ વર્ષના આ કાચબાએ ૮૦૦ બચ્ચાના પિતા બનીને સમગ્ર પ્રજાતિને બચાવી

Published: Jan 14, 2020, 11:52 IST | Mumbai

૮૦ કિલો વજનના ડીએગો કાચબાએ ઉંમરની સેન્ચુરી મારી લીધી છે.

કેટલાય કાચબાની પ્રજાતિ હાલમાં વિલુપ્ત થવાની આરે છે. ચેલોનોએડિસ હુડેન્સિસ નામની પ્રજાતિના ડીએગો નામના એક કાચબાએ પોતાની પ્રજાતિને નામશેષ થતાં-થતાં બચાવી લીધી છે. તેણે એક-બે કે એકવીસ નહીં, પણ ૮૦૦ કાચબાના પિતા બનીને પ્રજાતિના સંવર્ધનમાં પોતાનો બહુમૂલ્ય ફાળો આપ્યો છે. ૮૦ કિલો વજનના ડીએગો કાચબાએ ઉંમરની સેન્ચુરી મારી લીધી છે.
૫૦ વર્ષ પહેલાં આ પ્રજાતિના માત્ર બે નર અને બાર માદા કાચબા પૃથ્વી પર બચ્યા હતા. ગાલાપોગસ આઇલૅન્ડ પર આ કાચબાઓ એટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલા હતા કે તેમની આબાદી વધવામાં પણ મુશ્કેલી થઈ રહી હતી. ૧૯૬૫માં ડીએગોને અન્ય ૧૪ કાચબાની સાથે કૅપ્ટિવ બ્રીડિંગ પ્રોગ્રામ હેઠળ સાઉથ કૅલિફૉર્નિયાના સૅન્ટા ક્રુઝ આઇલૅન્ડના ઝૂમાં લાવવામાં આવ્યો ત્યાં તેને ૧૨ કાચબીઓ સાથે રાખવામાં આવ્યો. છેલ્લા પાંચ દાયકામાં આ પ્રજાતિના કાચબાની સંખ્યા ૨૦૦૦ જેટલી થઈ ગઈ છે અને એમાંથી ૪૦ ટકા એટલે કે ૮૦૦ બાળકો ડીએગોભાઈના છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK