થાણેમાં વોટર આઇડેન્ટિટી કાર્ડ માટે ઘરઆંગણે સુવિધા

Published: 24th October, 2012 07:44 IST

થાણે કલેક્ટરની મહત્વકાંક્ષી યોજના : પ્રયાસ ૪૦ ટકા જેટલા વોટર આઇડેન્ટિટી કાર્ડ ન ધરાવતા લોકોને આવરી લેવાનો



થાણે જિલ્લામાં આવેલા ૨૪ વિધાનસભા વિસ્તારમાં કુલ ૭૦.૪૧ લાખ જેટલા મતદાતા આવેલા છે અને તેમાંથી માત્ર ૬૦ ટકા જેટલા મતદાતાઓ પાસે વોટર-આઇડેન્ટિટી કાર્ડ છે. બાકીના મોટી સંખ્યામાં વોટર આઇડેન્ટિટી કાર્ડ ન ધરાવતા મતદાતાઓને આવરી લેવા માટે થાણેના કલેક્ટરે એક મહત્વકાંક્ષી યોજના ઘડી છે અને આ યોજનાને રાજ્ય સરકારની મંજૂરી મળશે તો વોટર આઇડેન્ટિટી કાર્ડ નાગરિકોને ઘરઆંગણે મળશે. 

થાણેના કલેક્ટર પી. વેલારાસુએ તાજેતરમાં જ થાણે જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો પાસે વોટર આઇડેન્ટિટી કાર્ડ ન હોવાની માહિતી આપી હતી અને આ પરિસ્થિતિને સુધારવા માટેનાં પગલાં વિશે તેમણે જણાવ્યું હતું કે ‘લોકો વોટર આઇડેન્ટિટી કાર્ડ બનાવવા માટે સમય આપી શકતા ન હોવાથી હવે અધિકારીઓને નાગરિકોના વોટર આઇડેન્ટિટી કાર્ડ બનાવવા માટે ઘર નજીક મોકલવામાં આવશે.’

આ પ્રસ્તાવને ચૂંટણી પંચ અને રાજ્ય સરકારની મંજૂરી માટે મોકલવામાં આવ્યો હોવાની માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે ‘ઘરઆંગણે સુવિધા યોજના હેઠળ મતદાતાઓને જરૂરી ફૉર્મ આપવા, તેમના ફોટા લેવા, આઇડેન્ટિટી કાર્ડ બનાવવા, તેના પર હૉલોગ્રામ લગાવવો અને લેમિનેશન કરવું બધું જ એક જ સ્થળે કરવામાં આવશે. આ માટેના બૂથ થાણે જિલ્લાના મોટા ભાગના બધા જ વિસ્તારોમાં લગાવવામાં આવશે એટલે કે દરેક નાગરિકને ઘરની નજીક આવું બૂથ મળશે. મતદાતાના વોટર આઇડેન્ટિટી કાર્ડ તૈયાર થયા બાદ તેમને ઘરે મોકલી આપવામાં આવશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK