સ્થાનિક ક્રિકેટરો માટે થાણેના બંધ સ્ટેડિયમના દરવાજા ધોનીની ઍડના શૂટિંગ માટે ખૂલી ગયા

Published: 6th November, 2014 05:23 IST

ચોમાસું શરૂ થયું ત્યારથી થાણેનું દાદોજી કોંડદેવ સ્ટેડિયમ બંધ કરવામાં આવ્યું હોવાથી સ્થાનિક ક્રિકેટરો પ્રૅક્ટિસ નહોતા કરી શકતા, પરંતુ ગઈ કાલે ટીમ ઇન્ડિયાના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ચમકાવતી એક જાહેરખબરના શૂટિંગ માટે એ ભાડે અપાતાં આ મેદાનમાં દરરોજ પ્રૅક્ટિસ કરવા આવતા ખેલાડીઓ અને વિવિધ સ્ર્પોટ્સ ક્લબના કોચિસમાં ઊહાપોહ સર્જાયો હતો. આ ખેલાડીઓએ આક્ષેપ કર્યો હતો કે આ મેદાન અવારનવાર વિવિધ ફંક્શનો અને કૉન્સર્ટ્સ માટે ભાડે આપવામાં આવે છે અને એને કારણે ત્યાં નિયમિત પ્રૅક્ટિસમાં બ્રેક પડે છે.
જોકે થાણે સુધરાઈનાં સ્ર્પોટ્સ-ઑફિસર અને આ જાણીતા મેદાનનાં મૅનેજર મીનલ પાલાંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે સિક્યૉરિટીના કારણસર સ્ટેડિયમ બંધ રખાયું હતું. પહેલી નવેમ્બરથી પ્લેયર્સ માટે આ મેદાન ખુલ્લું જ છે. જોકે આ વર્ષે વિધાનસભાની ચૂંટણીને કારણે ચોમાસા બાદ આ મેદાન મોડેથી ખુલ્લું કરાયું હતું. ગઈ કાલે આ મેદાન સવારે ૯થી સાંજે ચાર વાગ્યા સુધી એક ઍડ-એજન્સીએ ભાડે રાખ્યું હતું અને એના એણે ૭૫,૦૦૦ રૂપિયા ચૂકવ્યા હતા.’

સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ-નેટ્સ પણ બાંધવામાં આવી નથી અને ચોમાસા બાદ જરૂરી મેઇન્ટેનન્સ-વર્ક પણ કરાયું નથી એવા ખેલાડીઓના આક્ષેપોના જવાબમાં સ્ટેડિયમના ઇન્ચાર્જ સંદીપ માલાવીએ કહ્યું હતું કે ‘આ વર્ષે ઑક્ટોબર સુધી ખૂબ જ વરસાદ પડ્યો હોવાથી ગ્રાઉન્ડમાં જરૂરી વર્ક થઈ શક્યું નથી. જોકે અમે જાણીજોઈને કોઈ વિલંબ કરવા નથી માગતા એથી લોકોને ત્યાં રમવા આવવાની સમયસર છૂટ આપી દીધી હતી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK