ફરવા ગયેલા પરિવારના ઘરમાં ચોરી

Published: 3rd December, 2020 09:00 IST | Gujarati Mid-day Correspondent | Thane

ઘરમાંથી ૨,૬૦,૦૦૦નાં ઘરેણાં અને રોકડની ચોરીની ઘટના કોપરી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

થાણા કોપરી વિસ્તારમાં રહેતું એક પરિવાર રજા હોવાથી મહાબળેશ્વર ફરવા જતા તેમના ઘરમાંથી ૨,૬૦,૦૦૦નાં ઘરેણાં અને રોકડની ચોરીની ઘટના કોપરી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કોપરી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે ચોરી થયેલી સોસાયટીના સીસીટીવી કૅમેરાના ફુટેજ તપાસી તપાસ હાથ ધરાઈ છે.

પોલીસે નોંધેલી ફરિયાદ અનુસાર કોપરી વિસ્તારમાં આવેલી વિક્રમ કો. સોસાયટીમાં રહેતા ફરિયાદી સચીન ચોબલે ૨૬ નવેમ્બરના પરિવાર સહિત મહાબળેશ્વર ગયા હતા. તેઓ ૩૦ નવેમ્બરના રાતના પાછા ઘરે આવ્યા હતા. રાતના લેટ થઈ જતાં પરિવારજનો સૂઈ ગયા હતા. ઉઠયા બાદ તેઓને ચોરીની ઘટનાની ખબર પડી હતી. ત્યાર બાદ કોપરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

કોપરી પોલીસ સ્ટેશનના સિનિયર ઇસ્પેકટરે કહ્યું હતું કે ચોરીની ઘટના નોંધી અમે સોસાયટીમાં લાગેલા સીસીટીવી ફુટેજ તપાસી આરોપીને શોધવાની કામગીરી હાથ ધરી છે. આરોપી રાતના સમયે એ ઘરમાં ઘૂસ્યા હોવાની સંભાવના દર્શાવાઈ રહી છે. સાથે પરિવારજનોનું પણ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK