થાણેમાં સુધરાઈની બે સ્કૂલોમાં ઈ-લર્નિંગ

Published: 31st October, 2012 07:37 IST

પ્રાયોગિક સ્તરે શરૂ થયેલા આ પ્રોજેક્ટને સફળતા મળે તો બધી જ સ્કૂલોમાં એને અપનાવવામાં આવશેજૂના જમાનાની ચોક અને બ્લૅક-બોર્ડની પદ્ધતિને તિલાંજલિ આપીને થાણે મહાનગરપાલિકા સંચાલિત બે સ્કૂલોએ ઈ-લર્નિંગ પદ્ધતિ અપનાવી છે. પ્રાયોગિક સ્તરે અપનાવવામાં આવેલી આ યોજનાની સફળતા પર બાકીની સ્કૂલોમાં પણ આ પદ્ધતિ અપનાવવી કે નહીં એના નિર્ણય આધાર રાખે છે.

ઈ-લર્નિંગ પદ્ધતિમાં શિક્ષણ પ્રક્રિયા ઑડિયો-વિઝ્યુઅલ માધ્યમ પર આધાર રાખે છે અને આમાં વિદ્યાર્થીઓ અત્યાર સુધી જે વસ્તુઓ પાઠ્યપુસ્તકોમાં વાંચતા હતા એને ઑડિયો-વિઝ્યુઅલ માધ્યમથી જોઈ અને સાંભળી શકે છે. અત્યારે જે બે સ્કૂલોમાં આ પદ્ધતિ અપનાવવામાં આવી છે એ થાણે-વેસ્ટમાં ધોકાલી અને સાવરકરનગરમાં આવી છે. ધોકાલીની સ્કૂલમાં આ પ્રોજેક્ટ એમકો ફાઉન્ડેશનની મદદથી અમલમાં મૂકવામાં આવ્યો છે, જ્યારે સાવરકરનગરની સ્કૂલમાં રોટરી ક્લબ ઑફ થાણે-નૉર્થની મદદથી પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે.

થાણે મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલોમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવાના હેતુથી આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. બન્ને સ્કૂલોમાં ટીચર્સને ઈ-લર્નિંગ માટેના સૉફ્ટવેરનો ઉપયોગ કરતાં શીખવવામાં આવી રહ્યું છે.Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK