થાણેકરો માટે AC બસોની લહાણી

Published: 29th October, 2014 05:12 IST

એક બાજુ મુંબઈ-શિર્ડી રૂટ પર AC વૉલ્વો બસ ચલાવવાની યોજના બનાવવામાં આવી રહી છે તો બીજી બાજુ થાણેવાસી માટે AC બસોની ભેટ આવી છે.

ગઈ કાલથી અંધેરી અને BKC માર્ગ પર દસ નવી AC વૉલ્વો બસો દોડાવવાનો શુભારંભ થયો છે; જ્યારે ઘોડબંદર રોડ અને હીરાનંદાની એસ્ટેટ બસ-સ્ટૉપ પર દર ૪૫ મિનિટે AC બસો  છોડવામાં આવશે. આ સેવાને કારણે ઘોડબંદર રોડ પર રહેતા લોકોને ફાયદો થશે, કારણ કે ત્યાંની મોટા ભાગની પબ્લિક અંધેરી અને ગ્ધ્ઘ્જવાવાળી છે.

કેન્દ્ર સરકારે JNNURM યોજના હેઠળ TMTને ૨૨૩ બસો ફાળવી હતી એમાંથી ૪૦ AC બસો વૉલ્વો કંપનીની હતી. આ ૪૦ બસો પૈકી દસ બસોને જનતાની સેવામાં કાલથી મૂકવામાં આવી હતી. પહેલાં મુંબઈ જવા માટે કૅડબરી કંપનીથી બેસ્ટની બસ પકડવી પડતી હતી, પણ હવે આ સર્વિસને કારણે લોકોને રાહત થશે. બસોનો રૂટ-પ્લાનનો સમય કંઈક આ પ્રમાણે છે.

કાસરવડવલીથી અંધેરી

બસ-સ્ટૉપ - માનપાડા, કૅડબરી જંક્શન, તીન હાથ નાકા, મુલુંડ ચેકનાકા, LBS માર્ગ પરથી થઈને ભાંડુપ સ્ટેશન, ગાંધીનગર, પવઈ, સીપ્ઝ, ચકાલા, અંધેરી સ્ટેશન.

બસનો સમય - ૭.૧૦, ૭.૪૦, ૮.૧૦, ૮.૪૦, ૧૧.૦૦, ૧૧.૩૦, ૧૨.૦૦, ૧૨.૩૦, ૩.૧૦, ૩.૪૦, ૪.૦૦, ૪.૩૦, ૭.૦૦, ૭.૩૦,

૭.૫૦, ૮.૨૦

અંધેરીથી કાસરવડવલી

બસનો સમય - ૮.૫૦, ૯.૨૦, ૯.૫૦, ૧૦.૨૦, ૧૨.૪૦, ૧.૧૦, ૧.૪૦, ૨.૧૦, ૪.૫૦, ૫.૨૦, ૫.૪૦, ૬.૧૦, ૮.૪૦, ૯.૧૦, ૯.૩૦, ૧૦.૦૦

હીરાનંદાનીથી BKC

બસ-સ્ટૉપ - બ્રહ્માંડ, માનપાડા, કૅડબરી જંક્શન, તીન હાથ નાકા, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી ભાંડુપ, વિક્રોલી, ઘાટકોપર, કાપડિયાનગર, ડાયમન્ડ માર્કેટ, BKC

બસનો સમય - ૭.૦૦, ૭.૩૦, ૮.૦૦, ૮.૩૦, ૧૦.૫૦, ૧૧.૨૦, ૧૧.૫૦, ૧૨.૨૦, ૩.૩૫, ૩.૫૦, ૪.૦૫, ૪.૨૦, ૭.૨૫, ૭.૪૦, ૭.૫૫, ૮.૧૦

BKCથી હીરાનંદાની બસનો સમય - ૮.૪૦,

૯.૧૦, ૯.૪૦, ૧૦.૧૦, ૧૨.૩૦, ૧.૦૦, ૧.૩૦, ૨.૦૦, ૫.૧૫, ૫.૩૦, ૫.૪૫, ૬.૦૦, ૯.૦૫, ૯.૨૦, ૯.૩૫, ૯.૫૦

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK