Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સંસદમાં પૉર્ન જોતાં જોવા મળ્યા સાંસદ, બચાવમાં આપ્યો આ તર્ક

સંસદમાં પૉર્ન જોતાં જોવા મળ્યા સાંસદ, બચાવમાં આપ્યો આ તર્ક

19 September, 2020 07:25 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

સંસદમાં પૉર્ન જોતાં જોવા મળ્યા સાંસદ, બચાવમાં આપ્યો આ તર્ક

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થાઇલેન્ડ (Thailand)ના એક સાંસદને તે સમયે શરમિંદગી અનુભવવી પડી, જ્યારે સંસદમાં અશ્લીલ (Porn Pictures) તસવીરો જોતા કેમેરામાં પકડાઇ ગયા. બજેટ (Budget) પર ચર્ચા પહેલા સાંસદના આ 'અનૈતિક કૃત્ય'ને પત્રકારોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધા. પછી જ્યારે તેમને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે જવાબ સાંભળીને પત્રકારોએ પણ પોતાનું માથું પકડી લીધું.

થાઇલેન્ડની સંસદમાં બજેટ પર ચર્ચા થવાની હતી, માટે બધાં સંસદ સભ્યો તૈયારીમાં વ્યસ્ત હતા. આ દરમિયાન, સાંસદ રોન્નાથેપ અનુવત (Ronnathep Anuwat) પોતાના મોબાઇલ પર કંઇક જોવા લાગ્યા. જ્યારે પ્રેસ ગેલરીમાં બેઠેલા પત્રકારોની નજર તેમના પર ગઈ ત્યારે તેમમે સાંસદને કેમેરામાં કેદ કરવાનું શરૂ કરી દીધું. પછી ફોટો ઝૂમ કરીને જોવા પર ખબર પડી કે રોન્નાથેપ અનુવત બજેટ રીડિંગ વાંચવાની જગ્યાએ અશ્લીલ તસવીરો જોઇ રહ્યા છે.



માસ્ક પણ ઉતારી ફેંકી
સાંસદ અનુવત અશ્લીલ તસવીરો જોવામાં એટલા બધાં મગ્ન થઈ ગયા કે તેમણે પોતાનું માસ્ક પણ ઉતારી દીધું. જણાવવાનું કે અનુવત સત્તાધારી પાલાંગ પ્રછારથ પાર્ટી (Palang Pracharath)ના ચોનબુરી પ્રાંતના સાંસદ છે. ઘટના સામે આવ્યા પછી પાર્ટી બૅકફૂટ પર આવી ગઈ છે. જો કે, અત્યાર સુધી સાંસદની વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.


હું તો માત્ર...
સાંસદ રોન્નાથેપ અનુવતને જ્યારે પત્રકારોએ તેમના કૃત્ય વિશે પ્રશ્ન કર્યો, તો પહેલા તો અચકાયા, પણ પછી એક જૂદી જ વાર્તા ઘડી દીધી. તેમણે કહ્યું કે કોઇએ પૈસા અને મદદની માગ કરતાં તેમને કેટલીક તસવીર મોકલી હતી અને તેઓ માત્ર તે જ જોઇ રહ્યા હતા. સાંસદે એ પણ કહ્યું કે તે તસવીરોમાં બૅકગ્રાઉન્ડને ધ્યાનથી જોતાં એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે કોઇ છોકરી જોખમમાં તો નથી ને. તેમણે કહ્યું, "હું એ જોવાનો પ્રયત્ન કરતો હતો કે ક્યાં છોકરી અપરાધીઓના તાબે તો નથી ને, જે તેને જબરજસ્તી આવી તસવીરો લેવા માટે મજબૂર કરી રહ્યા છે."

સ્પીકરે કહી ખાનગી બાબત
સરકારી અધિકારીઓ પ્રમામે, સાંસદને સ્પષ્ટીકરણ માટે બોલાવવામાં આવ્યા, પણ તેમના વિરુદ્ધ આગળ કોઇ કાર્યવાહી કરવાની શક્યતા નથી. તો, હાઉસ સ્પીકર ચુઆન લીક્પઇ (Chuan Leekpai)એ કહ્યું કે આ એક વ્યક્તિગત મામલો છે. એવો કોઇ નિયમ નથી જે આ નક્કી કરે છે કે બેઠક કક્ષમાં સાંસદ શું જોઇ શકે છે અને શું નહીં.


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2020 07:25 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK