પતિ એક વર્ષથી પોતાની ૧૭ વર્ષની દીકરી પર રેપ કરતો હતો ને પત્નીને અજાણ?

Published: 9th November, 2012 02:38 IST

નાલાસોપારાની ભયંકર ઘટનામાં છોકરીના પપ્પાની ધરપકડ, પણ મમ્મી આખી વાતથી અજાણ હતી એ તો પોલીસને વિચિત્ર લાગે છેનાલાસોપારામાં રહેતો એજ્યુકેટેડ મ્યુઝિક ટીચર તેની ૧૭ વર્ષની ટીનેજર દીકરી પર છેલ્લા એક વર્ષથી રેપ કરતો હતો. કૉલેજ જવા દેવાની પરવાનગી અને તેની મમ્મીને ઘરેથી કાઢી મૂકવાની ધમકી આપીને તેની સાથે જબરદસ્તીથી રેપ કરીને દીકરીને તે શારીરિક ત્રાસ આપતો હતો. એ ઉપરાંત પપ્પાને ન ગમે એવું કાંઈ પણ દીકરી કરે તો તેને ૨૦થી ૩૦ મિનિટ ઘરમાં નિર્વસ્ત્ર ઊભી રાખીને પનિશમેન્ટ આપતો હતો. જોકે બુધવારે જબરદસ્તી કરવા જતાં દીકરીના હાથ પર ઈજા થતાં કંટાળીને તેણે મમ્મીને બધી વાત કહી દીધી અને મમ્મીએ તેને પોલીસ-સ્ટેશનમાં લઈ જઈને ફરિયાદ કરી હતી. પોલીસે બુધવારે પિતાની ધરપકડ કરી હતી. તેને ૧૩ નવેમ્બર સુધી પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે. આ કેસમાં જોકે પોલીસ છોકરીની મમ્મીની પણ સઘન પૂછપરછ કરી રહી છે. પોલીસને એ વાત માન્યામાં નથી આવી રહી કે એક વર્ષથી તેનો પતિ દીકરી પર બળાત્કાર કરતો હતો તો તેને આ વાતની ખબર ન હોય એ સંભવ નથી.

પોલીસ-ફરિયાદમાં ટીનેજરે છેલ્લા એક વર્ષની બધી ઘટના જણાવી દીધી હતી. તેણે ફરિયાદમાં કહ્યું હતું કે ‘૨૦૧૧ની ૨૧ ઑક્ટોબરે રાતે સાડાનવ વાગ્યે હું ઘરના હૉલમાં અભ્યાસ કરી રહી હતી એ વખતે મારી મમ્મી કિચનમાં જમવાનું બનાવતી હતી. હું જ્યાં અભ્યાસ કરવા બેઠી હતી ત્યાં જ મારા પપ્પા પણ બેઠા હતા. અચાનક પપ્પા મને કૉલેજ વિશે પૂછપરછ કરવા લાગ્યા હતા. કૉલેજના વિષય પરથી અમારી વચ્ચે બોલાચાલી થતાં ગુસ્સે ભરાઈને તેમણે મને કહ્યું હતું કે તારે કૉલેજમાં થતી દરેક બાબત મને કહેવાની. એ વિષયે અમારી વચ્ચે વધુ ઝઘડા થવા માંડ્યા. ત્યાર બાદ તેમણે મને કહ્યું કે આજથી તારા અને મારા વચ્ચે બાપ-દીકરીનો સંબંધ ખતમ થઈ ગયો છે. હવે આપણી વચ્ચે નવા સંબંધ શરૂ થઈ ગયા છે. તેમણે મને ધમકી પણ આપી હતી કે જો મારા કહેવા પ્રમાણે તેં ન કર્યું તો તારી મમ્મીને હું ઘરમાંથી કાઢી મૂકીશ અને તારે કૉલેજ જવું હોય તો મેં કહ્યું એ બધું તારે કરવું પડશે. એટલું કહ્યા બાદ તેમણે કિચનનો દરવાજો બહારથી બંધ કરી દીધો અને પનિશમેન્ટરૂપે મને ૨૦થી ૩૦ મિનિટ કપડાં વિના ઘરમાં ઊભી રાખી હતી. એના બીજા જ દિવસે ઘરમાં કોઈ ન હોવાનો લાભ ઉપાડીને જબરદસ્તીથી તેમણે મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને ત્યાર બાદ વારંવાર આવું કર્યું હતું.’

બુધવારે જબરદસ્તી કરવા જતાં ટીનેજરના ડાબા હાથમાં નખ વાગી જતાં તેણે કંટાળીને બધી વાત તેની મમ્મીને કરી હતી.

આ વિશે નાલાસોપારા પોલીસે કહ્યું હતું કે ‘અમે ફરિયાદના આધારે પિતા વિરુદ્ધ રેપનો કેસ નોંધીને તેની ધરપકડ કરી છે તથા ટીનેજરનો મેડિકલ રિપોર્ટ આવી ગયો છે એમાં બળળત્કાર થયો છે એ સાબિત થઈ ગયું છે.  છોકરીની તેમ જ તેનાં મમ્મી-પપ્પાની પૂછપરછ કરી રહ્યા છીએ.’


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK